Chotila બાદ હવે Limbdi માં ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો છે. ખનીજના ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે પ્રાંતીય પ્રશાસનએ કડક રવૈયો અપનાવતા, લીંબડીના પ્રાંત અધિકારી K. S. Desai એ મોટી કાર્યવાહી અંજામ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારીની ટીમ ચેકિંગમાં હતી ત્યારે આ મોટું ખનન કૌભાંડ સામે આવ્યું હતું. તાત્કાલિક કાર્યવાહી કરતાં, લગભગ 1.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર પ્રકરણની વિગતવાર તપાસ હાથ ધરાઈ છે અને સંડોવાયેલ શખ્સો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
આ પણ વાંચો – Visavadar: જવાહર ચાવડા નવા જૂની કરવાના ફિરાકમાં
ચોટીલા બાદ હવે લીંબડીમાં આવી મોટી કાર્યવાહીથી એવું લાગી રહ્યું છે કે સ્થાનિક પ્રાંતીય તંત્ર ખનીજના ગેરકાયદેસર કાર્યો સામે સજાગ અને સક્રિય બન્યું છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી શક્ય હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.