Somnath: કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતી થશે. સોમનાથ ઉત્સવમાં હાજરી આપવા આવેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સોમનાથના સોમપુરા બ્રાહ્મણોને આરતી કરવાને લઈને મંજૂરી આપી છે. જેથી સરકારના આ નિર્ણયને સોમનાથમાં રહેતા સોમપુરા બ્રાહ્મણો આવકારી રહ્યા છે.શી કોરીડોરના જીર્ણોદ્ધાર બાદ દૈનિક ધોરણે મા ગંગાની સંધ્યા આરતી કરવાની એક પરંપરા શરૂ થઈ છે. જેમાં વડાપ્રધાન મોદીની સાથે વિશ્વના દેશોના લોકો પણ જોડાયા હતા, અને સનાતન ધર્મની આ ધાર્મિક પરંપરાણે એકદમ નજીકથી જોઈ હતી.
ગંગા આરતીની જેમ હવે Somnath માં પણ થશે સંગમ આરતી Gir Somnath Collector નો મોટો નિર્ણય
