Swaminarayan: સનાતન સંત સમિતિ દ્રારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો હતો.આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મનું અપમાન કરી રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઉભી કરવાના અન્વયે કાર્વાહી કરાવવી અને જે લોકો દુષ્કૃત્યોના ગુનેગારોની ધરપકડ કરાવવી.
સરકાર દ્વારા યોગ્ય કાર્વાહી કરવામાં આવે
છેલ્લા કેટલાક વર્ષ થી ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મનું અપમાન ખોટા પુસ્તકોની રચના કરી અને પોતાના ભાષણોમાં ખોટા ઉલ્લેખ કરી રાજ્યમાં વૈમનસ્ય ફેલાવી અશાંતિ ઉભી કરવાના સતત પ્રયત્નો કરવામાં આવે છે. સનાતન ધર્મના દેવી દેવતાઓ અને સંતોનું સતત અપમાન કરવામાં આવે છે. તેવા સમયે સરકાર દ્વારા યોગ્ય કાર્વાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત સાથે સાથે ઘણા બધા નાસતા ભાગતા એટલેકે ભાગેડુ કે જેઓ જમીન કૌભાંડ, નાણાકીય કૌભાંડ તથા બળાત્કાર કે કુકર્મોના આરોપીઓ ઘણા સમય થી કોઈકની રહેમ નજર હેઠળ ધરપકડ થઇ નથી કે કાયદાકીય પગલા લેવાતા નથી તેમેની સામે કાર્વાહી કરી પીડિતોને ન્યાય અપાવો અને સનાતન ધર્મને કલંક સ્વરૂપ આ બનાવટીઓ સામે કાયદાકિય કાર્યવાહી કરવી જોઈએ.
રૂપાલાએ પણ સ્વામીનો ઉધડો લીધો
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે વિવાદિત નિવેદન સામે આવ્યું હતું.આ નિવેદન પર સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. હવે આ મુદ્દે રાજકિય નેતાના પણ નિવેદન સામે આવી રહ્યા છે. રાજોકટ ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાઅ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું આવા સંતો અને અનુયાયીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયે આવા નિવેદનથી બચવું જોઈએ.જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધા નું કેન્દ્ર છે.આવા સંતોએ બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ.આ સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની.