Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની ભારે રકાસ થતા કોંગ્રેસમાં ઉકળતા શરૂ જવા મળી રહ્યા છે. ગુજરાત કૉંગ્રેસ (Congress) ના નેતા મનહર પટેલે કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખી ખળભળાટ મચાવી દિધો છે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ અગ્રણી કૉંગ્રેસ (Congress) ના નેતાઓએ પાર્ટી છોડી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રદેશ કૉંગ્રેસ (Congress) ના નેતાઓ પર કૉંગ્રેસના નેતા મનહર પટેલે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ થઈ પાર્ટી છોડી હોય તેવા પ્રદેશ કોંગ્રેસ (Congress) ના નેતાઓ સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
મનહર પટેલે કૉંગ્રેસ પાર્ટી છોડનારા નેતાઓની યાદી જાહેર કરી
મનહર પટેલે પોતાના આ પત્રમાં કૉંગ્રેસ (Congress) પાર્ટી છોડનારા નેતાઓની યાદી પણ જાહેર કરી છે.મનહર પટેલે કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આડકતરી રીતે ગુજરાત કોંગ્રેસ (Congress) ને આડે હાથ લીધ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે કે ગુજરાત કોંગ્રેસ (Congress) માં બધુ બરાબર નથી. કારણ કે થોડાક સમય પહેલા રાજ્યામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) નું શરમજનક પ્રદર્શન રહ્યું હતું. આ બાદ કોંગ્રેસમાં આડકરતી રીતે અનેક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે.
કૉંગ્રેસ પાર્ટી છોડનારા નેતાઓની યાદી
મનહર પટેલે પ્રદેશ કૉંગ્રેસ (Congress) ના નેતાઓ પર નિશાન સાધ્યું છે. પાર્ટી છોડનારાઓએ કૉંગ્રેસની વિચારધારા અને પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે. કૉંગ્રેસ (Congress) ના નેતૃત્વથી અસંતોષને કારણે પાર્ટી છોડી દે છે તો તે ગંભીર બાબત કહેવાય.
કૉંગ્રેસ (Congress) ના નેતા મનહર પટેલે રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતૃત્વને આ મામલે ઉચ્ચ તપાસ કરવા પત્ર લખ્યો છે. જવાબદાર કૉંગ્રેસ (Congress) ના નેતાઓ સામે પગલા લેવા મનહર પટેલે માંગ કરી છે. 2012 થી 2023 મા ગુજરાત કોંગ્રેસના કુલ 46 ધારાસભ્ય – સાંસદોએ કોંગ્રેસ (Congress) પક્ષ છોડ્યો હોવાની વાત મનહર પટેલે કરી છે.