ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલનું રાજકારણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાના વિવાદ શરૂ થયેલી રાજકીય ખેંચતાણમાં જીગીશા પટેલ, અલ્પેશ કથીરિયા બાદ વરૂણ પટેલ મેદાને પડ્યાં છે. વરૂણ પટેલે સંગઠન પ્રભારી રત્નકારજી (Ratnakarji)ને પત્ર લખી અલ્પેશ ઢોલરીયા (Alpesh Dholariya) પર ગંભીર આરોપ લગાવ્યા હતા તેમજ ગોંડલના વર્તમાન ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની સુલતાનપુરની સભાના પગલે પાટીદાર સમાજ નારાજ હોવાનો ઉલ્લેખ કરતા ગોંડલની રાજનીતિમાં આગામી દિવસોમાં નવાજૂની એંધાણ વર્તાઇ રહ્યાં છે.
ગોંડલમાં (Gondal) ચૂંટણી વગર જ માહોલ ગરમાયો છે. ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જીગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) વિરૂધ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ગોંડલમાં ઊભી થયેલી અરાજકતા વચ્ચે વરુણ પટેલે (Varun Patel) ભાજપ સંગઠનમાં ગણેશ વિરૂદ્ધ ખુલ્લે પત્ર લખ્યો છે.
આ ખુલ્લા પત્રમાં વરૂણ પટેલે આરોપ લગાવ્યો છે કે આખો દેશ જ્યારે પહલગામ આતંકી હુમલાના શોકમાં ડુબેલો હતો ત્યારે સુલતપુરમાં એક રાજકીય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દેશની પડખે ઊભા રહેવા માટે કે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે નહીં પરંતુ વ્યક્ત બચાવ માટે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગણેશ જાડેજાએ પાટીદાર સમાજના આગેવાનોને પડકાર ફેંક્યો હતો. જેના પગલે પાટીદાર સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. વરુણ પટેલ પત્રમાં ગણેશ ગોંડલ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.
પાટીદાર આગેવાન જિગિશા પટેલ (Jeegeesha Patel), અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), ધાર્મિક માલવિયા (Dharmik Malaviya) અને મેહુલ બોઘરા (Mehul Boghra) સહિતના આગેવાનો 20મી એપ્રિલના સુરતમાં એકત્ર થયા હતા અને ગોંડલની વર્તમાન સ્થિતિને લઈ ચિંતા વ્યકત કરી હતી. તમામ આગેવાનોએ ગોંડલના કોઈ રાજકીય આગેવાનનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા.
પાટીદાર આગેવાનનોના જવાબમાં ગોંડલના સુલતાનપુરમાં 22મી એપ્રિલની રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ગોંડલે આ ત્રણેય પાટીદાર આગેવાનોને જવાબ આપ્યો હતો. સુલતાનપુરની સભામાં ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયાને જવાબ આપતા કહ્યું કે, અલ્પેશ કથીરિયા તું પેલા તારા ઉપર જે 14-14 કેસ ચાલે છે. જે પાટીદારના દીકરા દીકરીઓના મોતના પાપ છે એ દોય નાખ, પછી સુલ્તાનપુરની ધરતી તારી રાહ જોવે છે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે, મા નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં.
ગોંડલના ગણેશ જાડેજાએ વિરોધીઓને આપેલી ચીમકી પર 25મી એપ્રિલના રોજ ગણેશ ગોંડલે જેમના પર નિશાન સાધ્યું હતું તે બન્ને નેતાઓ અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલે ગોંડલ આવવાની વાત કહી હતી.