બોલીવુડ પીઢ અભિનેતા અને દિગ્દર્શક Manoj Kumarનું 87 વર્ષની વયે અવસાન થયું છે. મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. મનોજ કુમાર દેશભક્તિ અને સામાજિક મુદ્દા પર અનેક શાનદાર ફિલ્મો બનાવી છે. “ભારત કુમાર” ના હુલામણાં ઓળખાતા મનોજ કુમારના નિધનના સમાચારથી બોલીવુડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. લોકો તેમના નિધન પર શૉક વ્યક્ત કરી રહ્યા છે.
મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ, 1937ના રોજ અબોટ્ટાબાદ નગર, ખૈબર પશ્તુનહવા પ્રાંત, પાકિસ્તાનમાં થયો હતો. તેમનું મૂળ નામ હરિકૃષ્ના ગિરિ ગોસ્વામી છે. જ્યારે તેઓ 10 વર્ષના હતાં, ત્યારે તેમનું કુટુંબ વિભાજન વખતે દિલ્હી આવી ગયું હતું. તેમનું કુટુંબ વિજય નગર અને કિંગ્સ્વે કેમ્પમાં શરણાર્થી તરીકે રહ્યું અને ત્યારે બાદ નવી દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં સ્થાયી થયું હતું. મનોજ કુમાર યુવાનીમાં દિલીપ કુમારના પ્રશંસક હતા, અને તેમનું નામ દિલીપ કુમારના ચલચિત્ર શબનમ (1949)ના પાત્રના નામ ઉપરથી મનોજ કુમાર રાખવાનું નક્કી કર્યું. દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેઓ ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું.
દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વેગ આપ્યો. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
મનોજ કુમારનું મૃત્યુ કેવી રીતે થયું, તેમનું શું થયું?
મનોજ કુમારના સ્વાસ્થ્ય મુદે પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધાવસ્થા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમનું મૃત્યુ થયું. મનોજ કુમાર લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હતા. અછેલ્લા દિવસોમાં તેઓ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.
શહીદ ફિલ્મ ગેમ ચેન્જર સાબિત થઇ
દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વેગ આપ્યો. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
કઈ ફિલ્મોમાં કામ કર્યું?
મનોજ કુમારે હરિયાલી ઓર રાસ્તા, વો કોન થી?, હિમાલય કી ગોદ મેં, દો બદન, ઉપકાર, નીલ કમલ, રોટી કપડા ઓર મકાન, ક્રાંતિ, સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી, 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.