ભાજપના રાજમાં કાયદાના સ્થિતિ કથળી, બે દિવસમાં 4 દુષ્કર્મ

 

મહિલાઓ અને દીકરીઓ માટે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં એક જ દિવસમાં અમદાવાદ, અમરેલી અને ભાવનગરથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ચારેય ઘટના અમદાવાદના વાસણા, અમદાવાદના સાબરમતી વિસ્તાર, અમરેલીના વડીયા અને ભાવનગરના વરતેજ ગામમાં બની છે. આ ઘટનાઓમાં એક યુવતી, બે સગીરા અને એક માસુમ બાળકી નરાધમોનો ભોગ બની છે.

21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી 

અમરેલીના વડીયામાં 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડીયાના કુકાવાવ ગામમાં 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ચાર વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના વિશે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બળાત્કારનો ગુનો નોંધી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે પ્રિતેશ આસોદરીયા, દકુ વેકરિયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

અમદાવાદના વાસણા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાની માતા સાથે મિત્રતા કરી હતી. મૈત્રી સંબંધના રૂપે તે અવાર-નવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તેની નજર પોતાની મિત્રની 12 વર્ષની બાળકી પર બગડી. સગીરા એકલી હોવાની જાણ થતાં આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સગીરાએ આ બાબતે પિતાને જાણ કરતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ

બીજી બાજુ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પણ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જ્યાં પાડોશી યુવકે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને રસોઈના બહાને ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી એટલેથી ન અટકતા સગીરાની બદનામી કરી તેની બહેનને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

 

Scroll to Top