ભારતની તાબડતોબ કાર્યવાહીથી TRFએ બદલ્યું નિવેદન, ‘Pahalgam terror attackમાં અમારો કોઈ હાથ નથી’

Lashkar arm TRF denies involvement in Pahalgam terror attack

પાકિસ્તાન (Pakistan)ના કુખ્યાત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયાબા (Lashkar-e-Taiba – LeT)ના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (The Resistance Front-TRF)એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં પોતાનો હાથ હોવાની વાત નકારી કાઢી છે. અગાઉ TRFએ પહલગામ હુમલામાં તેમનો હાથ હોવાનું નિવેદન આપ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પહલગામ (Pahalgam terror attack)માં 22મી એપ્રિલના રોજ હથિયારબંધ ચાર આતંકીઓના એક જૂથે પ્રવાસીઓ પર ગોળીબારી કરી 28 લોકોના હત્યા કરી હતી. આ હુમલામાં આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટે જવાબદારી સ્વીકરી હતી પરંતુ હવે તેણે પોતાનું નિવેદન ફેરવી પોતાની કોઇ ભૂમિકા ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની વેબસાઇટ હેક કરી હુમલાની જવાબદારી સ્વીકારતી પોસ્ટ કરવામાં આવી હતી.

રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ 25 એપ્રિલ, 2025ની સાંજે એક પ્રેસ રિલીઝ જારી કરી કહ્યું કે પહેલગામ ઘટના સાથે તેમનો કોઈ સંબંધ નથી. આ આરોપ ખોટો છે અને કાશ્મીરી પ્રતિકારને બદનામ કરવાનું કાવતરું છે. TRF અનુસાર, હુમલા પછી તેના એક ડિજિટલ પ્લેટફોર્મ પરથી એક મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મેસેજ પરવાનગી વગર પોસ્ટ કરવામાં આવ્યો હતો. TRF એ કહ્યું કે સાયબર હુમલા પછી, તેની વેબસાઇટ હેક કરવામાં આવી હતી અને પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારતી પોસ્ટ કરવામાં આવી હતી.

જાણકારો અનુસાર આતંકી હુમલા પછી ભારતે સરકારે આતંકી અને પાકિસ્તાનઓ સામે કરેલી તાબડતોબ કાર્યવાહીથી ડરી આતંકી સંગઠને પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top