Porbandar: Hiralba Jadeja પર અપહરણના અને ધમકીના લાગેલ આરોપનો પોરબંદર SPએ કર્યો ખુલાસો

Kutiyana Hiralba Jadeja kidnapping Porbandar sp Bhagirathsinh Jadeja press conference

પોરબંદર (Porbandar)નાં કુતિયાણા (Kutiyana)નાં પૂર્વ MLA ભુરા મુંજા જાડેજાની પત્ની હિરલબા (Hiralba jadeja)ની હાર્બર મરીન પોલીસે (Harbour Marin Police) ગુનો નોંધી ધરપકડ કરી છે. પોરબંદર SP ભગીરથસિંહ જાડેજા (SP Bhagirathsinh Jadeja) એ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર ઘટનાની વિગત આપી હતી જેમાં તેમણે હિરલબા ઉપર આરોપ લગાવનાર લીલુબેનના આરોપ અને તેમના પતિ તથા પુત્રના નિવેદનમાં વિસંગતા હોવાનું જણાવ્યું હતું. એસપીએ જણાવ્યું કે આરોપીઓનો ભૂતકાળ ગુનાહીત છે એટલે સાહેદો કોઈ બોલવા તૈયાર નથી. આજે વિધિવત કોર્ટમાં રજૂ પોલીસ રિમાન્ડની માંગણી કરવાના છે.

શું છે સમગ્ર ઘટના?
પોરબંદર (Porbandar) મૂળના અને ઈઝરાયેલ ખાતે રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ભુરા મુંજા જાડેજાની પત્ની વિરૂદ્ધ મોટું લેણું હોઈ ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે ઉઘરાણી કરાતી હોવાના વીડિયોમાં આક્ષેપો કર્યા હતા. મહિલાનાં પતિ અને પુત્રને હિરલબાએ તેના માણસો દ્વારા ઉઠાવી બંગલે ગોંધી રાખ્યા હોવાની પોલીસમાં હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા સહિત ચારથી પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ફરીયાદના આધારે હિરલબાની હાર્બર મરીન પોલીસે (Harbour Marin Police) ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોરબંદર એસપીએ શું કહ્યું?
સમગ્ર ઘટના મામલે પોરબંદર પોલીસે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટના અંગે મીડિયને માહિતી આપી હતી. પોરબંદર SP ભગીરથસિંહ જાડેજા (SP Bhagirathsinh Jadeja)એ કહ્યું કે વાઇરલ વીડિયોના આધારે પોલીસે તપાસ કરી હતી.
હિરલબાના ઘરે તપાસ કરી હતી ત્યારે ત્યાંથી લીલુબેનના પુત્ર કે પતિ મળી આવ્યા નહતા. લીલુબેનના પતિ અને પુત્ર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને કહ્યું હતું કે અમારું કોઈએ અપહરણ કર્યું નથી. જેની તપાસ દરમિયાન કોઈ ગુનો બનતો ના હતો. પરંતુ ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈએ ફરિયાદ આપી હતી. જેમાં વિડીયો મુજબની વિગત હતી.

ભનાભાઈ કૂછડી હતા ત્યારે 1000 નંબરની ગાડી આવી હતી જેમાં હિરલબાના માણસો આવ્યા અને ગાડીમાં બેસાડી એક મકાનમાં લઇ ગયા હતા જે મકાનનું નામ સૂરજ પેલેસ છે. લીલુબેનના પિતા અને પતિની સવારે પૂછપરછ દરમિયાન કહ્યું કે 11 થી 27 તારીખ સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને માર મારી પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી.

હિરલબાના માણસો ભનુભાઈની ગાડી લઈ લીધેલી અને મકાનની ચાવી અને કિંમતી દસ્તાવેજો ઝૂંટવી લીધા હતા. હિરલબાના માણસોએ સગીર પુત્ર રણજિતનું રાણાવાવથી અપહરણ કર્યું હતું. હિરલબાએ વીડિયો કોલ કરી લીલુબેનને ધમકી આપી હતી. આ બધાને 17 દિવસથી ગોંધી રાખ્યા હતા.

ગઈકાલે લીલુબેનના પિતા ભનાભાઈ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જેના સંદર્ભમાં હિરલબા અને સંજય ઓડેદરાની ધરપકડ કરી છે. આ તમામ લોકો માલ-મિલકત, ઘરેણાં અને પોતાના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. લીલુબેનની એક દીકરીનું મોત થયું છે તેના દાગીના પણ ઝૂંટવી લીધા હતા.

આરોપીઓનો ભૂતકાળ ગુનાહીત છે એટલે સાહેદો કોઈ બોલવા તૈયાર નથી. આજે વિધિવત કોર્ટમાં રજૂ પોલીસ રિમાન્ડની માંગણી કરવાના છે. હિરલબાના ઘરેથી મોબાઈલ લેપટોપ પેન ડ્રાઈવ અને કિંમતી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

પોરબંદર SP ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે હાલ લીલુબેન ઇઝરાયલ છે. વિડીયો કોંફરન્સના માધ્યમથી સંપર્ક કરી નિવેદન લઈ રહ્યા છે. ફરિયાદી કે આરોપીએ વ્યાજ બાબતની હાલ પોલીસ તપાસમાં સામે આવી નથી. ઘરના સીસીટીવીનું ડીવાઈસ બંધ છે. અમે શહેરના સીસીટીવીના આધારે તપાસ કરી રહ્યા છે.

અમને પૈસાની લેતીદેતી બાબતે બબાલ થયાના સમાચાર મળ્યા છે. લીલું ઓડેદરાએ પૈસાને લઇ લગાવ્યા આરોપ લગાવ્યા હતા. જો કે લીલું ઓડેદરાના પતિ અને પુત્રનું અલગ નિવેદન સામે આવ્યા છે. સમગ્ર મામલે પોરબંદરના સુભાષનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પૈસાની લેતીદેતી મામલે ગુનો નોંધાયો છે.



WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top