ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સંતો અને મંહતોને લઈ વિવાદ સામે આવી રહ્યા છે. પહેલા જૂનાગઢમાં ગાદી વિવાદ અને પછી કચ્છ જિલ્લાના ભચાઉમાં આવેલું કબરાઉ ધામ સમગ્ર ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. હવે આ આસ્થાનું કેન્દ્ર એવું કબરાઉ ધામના મંહતને લગતો વિવાદ સામે આવ્યો છે. વિવાદ એવો છેકે મણીધર બાપુની દિકરીને ભૂજના ધર્મેન્દ્ર ડાભી નામનો શખ્શ ભગાડી લગ્ન કરી લીધા હતા. આ બંન્નેના લગ્નના ફોટા અને સર્ટિફિકેટ ખુબ વાયરલ થયુ હતું. જ્યારે સમગ્ર વિવાદને લઈ કબરાઉ ધામના મણીધર બાપુએ નિવેદન આપ્યું હતું.
આવી ઘટનાથી બાપુને કંઈ ફરક પડતો નથી
આ સમગ્ર પ્રકરણ પર મણીધર બાપુએ કહ્યું કે આ ઘટનાથી બાપુને કંઈ ફરક પડતો નથી. મારે મોગલથી મતલબ છે જે કરશે એ મોગલ કરશે. બાપુએ ચેતવણી આપતા કહ્યું કે જે લોકો આ ઘટનામાં સામેલ હશે જે રાહ દેખડનારા હશે તેને મોગલ નહીં છોડે. મારી પાસે અઢારેય વર્ણની દીકરીઓ આવે છે અને સેવા કરે છે. હું તો સંત છું અને સંતનું મન હંમેશા ક્ષમા કરવાનો ભાવ રાખે છે. બાપુ દુઃખડાનો બેલી છે. તમામ લોકો અહીં આવે છે અને મને દુઃખની વાત કરેશે હું તેના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરૂ છું.
જે રાહ દેખડનારા હશે તેને મોગલ નહીં છોડે
બાપુએ ચેતવણી આપતા કહ્યું કે જે લોકોએ મારી દિકરીને ભગાડવામાં મદદ કરી છે. તેવા લોકોને છોડવામાં નહીં આવે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો આ સમાજ ઉંદરડાથી દૂર ભાગી જાય છે. અહીં તો અઢારેય વર્ણની દીકરીઓ આવે છે એને હું આશર્વાદ આપું છું. તેમને આહવન કર્યું કે તમે હિંમત રાખજો અને કોઈની વાતમાં આવતા નહીં.