ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઐતિહાસિક મહા કુંભ મેળા (Kumbh mela) નું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. આ મેળા માટે દરેક રીતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે મોટી તૈયારીઓ કરી છે અને મુસાફરોની સુરક્ષાને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
14 નવા રૂટથી પ્રયાગરાજ આવશે ફ્લાઈટ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે મહાકુંભ (Kumbh mela) માં આવનારા શ્રદ્ધાળુઓને મોટી ભેટ મળશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, વધુ 14 નવા રૂટ પરથી ફ્લાઈટ્સ પ્રયાગરાજ આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નવા રૂટને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત અન્ય ઘણા માર્ગો અંગે પણ તૈયારીઓ ચાલી રહી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નવા રૂટને મંજૂરી આપી
મહાકુંભ (Kumbh mela) ની શરૂઆત પહેલા અન્ય ઘણા શહેરોમાંથી ફ્લાઈટ ચાલુ કરવામાં આવી હતી. મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે એક નવું ટર્મિનલ પણ બનાવવામાં આવી રહ્યું છે. આ અંગેની કામગીરી આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રયાગરાજના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન 13 જાન્યુઆરી પહેલા કરવામાં આવશે. જૂના ટર્મિનલને નવી રીતે વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રયાગરાજ એરપોર્ટ પર મુસાફરોની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે.
નરેન્દ્ર મોદીએ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendr modi) પણ 13મી ડિસેમ્બરે યોજાનાર મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રયાગરાજ આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 7 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપવામાં આવી.