રાજ્ય સરકારના મંત્રી Kuber Dindor નું નિવેદન આજે ચર્ચાનો વિષય બની ગયું છે. પંચમહાલ જિલ્લામાં યોજાયેલા સરકારી કાર્યક્રમ દરમિયાન તેમણે રસ્તાની બિસમાર હાલત અંગે ચિંતિત રહેલી જનતાને નસિહત આપી હતી કે “દરેક કામ તંત્ર કરશે તો તમે શું કરશો?” Kuber Dindor ના નિવેદન અનુસાર, લોકો પોતાના કામ ખુદ કરે અને નાની નાની બાબતો માટે તંત્ર પર આશ્રિત ન રહે. “ખાડાની ફરિયાદ કરવી કે તગારું પાવડો લઇ જાતે સરખું કરી લેવું, એ વધુ સારું,” એવું મંત્રીએ કહ્યું.
આ પણ વાંચો – Hira Solanki: સિંહબાળના મોત મામલે અધિકારીઓ વિરુદ્ધ લેટર બોમ્બ
ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ રોડ રસ્તાની હાલત નરકસમાન છે. વરસાદી માઉસમમાં ખાડાઓના કારણે અકસ્માતો અને લોકોને નુકસાન સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં રાજ્યના મંત્રી દ્વારા જનતાને ‘જાતે કામ કરવા’ની સલાહ આપવી, લોકોમાં રોષ ફેલાવી રહી છે.