Komal Thacker: કચ્છની દીકરીનો કાન ફેસ્ટિવલમાં જલવો, જુઓ તસવીરો

Komal Thacker (2)

78મા કાન ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે Kutch ની આન-બાન અને શાન એક્ટ્રેસ તરીકે લીડ રોલ કરનારી Komal Thacker એ રેડ કાર્પેટ પર ત્રીજી વાર વોક કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ પહેલા એક્ટ્રેસ Komal Thacker એ વર્ષ 2022 અને 2023માં પણ Cannes Film Festival માં પોતાની ઝલક દેખાડી હતી અને કાન ફેસ્ટિવલમાં ભાગ લેનાર ગુજરાતની પ્રથમ એક્ટ્રેસ બની હતી.

Komal Thacker એ ફોટો શેર કરીને કેપ્શન આપ્યું હતું કે “Confidence in every step, fire in the eyes, elegance in every curve — this isn’t just a look, it’s a statement.” કોમલે કહ્યું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખુબજ ગ્રો કરી રહી છે, તેણે કહ્યું કે આપણી ભાષામાં ડેપ્થ પણ છે અને ડાઇવર્સિટી પણ છે.  કોમલે કહ્યું કે મારો હમેંશા પ્રયાસ રહેશે કે હું ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જઉં.

Image

Gujarati Cinema જગતમાં રિલિજિયસ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરનારી કોમલ અત્યારસુધીમાં 30થી વધારે ફિલ્મો કરી ચૂકી છે. કોમલ 5થી વધારે ભાષાઓની જાણકાર છે. કોમલ ગુજરાતી ભાષામાં 20 કરતાં વધારે, પંજાબીમાં 4, રાજસ્થાનીમાં 5, ભોજપુરીમાં 3 અને હિન્દીમાં 2 ફિલ્મ કરી ચૂકી છે. આ વર્ષે કોમલ કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર દુબઈના ફેમસ ડિઝાઈનર દ્વારા તૈયાર કરાયેલા બ્લૂ કલરના ઓફ સોલ્ડર વેસ્ટર્ન ગાઉનમાં વોક કરી ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ફેશનનું અદ્ભુત સંગમ રજૂ કર્યું છે.

Image

આ પણ વાંચો – MS Dhoni Retirement: છેલ્લી મેચ બાદ ધોનીએ શું કહ્યું?


આ પણ વાંચો – Gopal Italia: ખમ્મા દિકરિયું-ખમ્મા માવડિયું, દીકરી વ્હાલનો દરિયો

કોમલે 2006માં ગુજરાતી એક્ટર હિતેન કુમાર સાથે ફિલ્મ ‘અલખના અજવાળા’થી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેણે વર્ષ 2014માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘રાજવાડી બાપુને રંગ છે’ અને ‘આ તો પ્રેમ છે’ જેવી ફિલ્મોએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું, તો વર્ષ 2017માં ફિલ્મ ‘હમીર’ અને ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’ તથા ‘અવતાર ધારી ને આવું છું’માં લીડ રોલમાં જોવા મળી હતી.

Scroll to Top