Visavadar માં કોળી સમાજ પણ નિર્ણાયક, Jayesh Thakor કોના સમર્થનમાં કરશે પ્રચાર?

Jayesh Thakor
Visavadar માં કોળી સમાજ પણ નિર્ણાય, Jayesh Thakor કોના સમર્થનમાં કરશે પ્રચાર?

 

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ તનતોળ મહેનત કરી પ્રચાર પ્રસાર કરી રહી છે. જો કે ભાજપ અને આમ આદમી પાર્ટીએ બંને એકબીજાની સામે આરોપ પ્રતિ આરોપ લગાવી રહી છે. આ તમામની વચ્ચે વિસાવદરની અંદર હવે કોળી ઠાકોર સમાજ પણ મેદાને છે.કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ Jayesh Thakor હવે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પહોંચી ગયા છે.  કોળી અને ઠાકોર સમાજના લોકોને નિતિનભાઈ રાણપરાને જીતાડવા અપીલ કરી છે.

જયેશ ઠાકોરે કહ્યું કે “હું આવી ગયો છું વિસાવદર વિધાનસભાના વિસ્તારમાં આપણા કોંગ્રેસના કેન્ડિડેટ નિતિનભાઈ રાણપરાને જીતાડવા. કારણ કે નિતિનભાઈ રણપરા આપણા સમાજને કોરોના કાળમાં ખૂબ મદદરૂપ થયા છે. જ્યારે વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર હોય ત્યારે ખડે ભગે ઊભા હોય છે. સમાજના લોકોની જ્યારે પણ મદદની જરૂર હોય છે, ત્યારે આ નિતિનભાઈ રણભરા ઊભા હોય છે. તો હું વિસાવદર વિધાનસભાના તમામ ગામોમાં પ્રવાસ કરવા આવી રહ્યો છું. આ સરકારને આપણે કોળી ઠાકોર સમાજનો પાવર દેખાડશું અને નિતિનભાઈ રાણપરાને જીતાડશું.”

 

આ પણ વાંચો-CM Bhupendra Patel અને CR Patilએ પ્રધાનમંત્રીના 11 વર્ષના કાર્યકાળને લઇ પ્રેસમાં શું કહ્યું સાંભળો

Scroll to Top