Kutiyana: આ સ્ટોરીની શરૂઆત વર્ષ 1992માં પોરબંદરના લગ્નસમારંભથી થાય છે.જ્યા મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ સહિત અડધો ડઝન જેટલા મંત્રીઓ તથા પોલીસ તંત્રના ઉચ્ચઅધિકારીઓ ગાંધીનગરથી પોરબંદરમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જતા હોય છે. જ્યારે મળતી માહિતી અનુસાર તે સમયે પોરબંદરમાં પોલીસકર્મીઓએ લગ્રની વ્યવસ્થા પણ સંભાળી હતી.આ લગ્ર બીજા કોઈના નહીં પંરતુ કાંધલ જાડેજા (Kandhal Jadeja) ના હતા. તેઓ વર્તમાનમાં સમાજવાદી પાર્ટીના કૂતિયાણા બેઠકના ધારાસભ્ય છે. ગોડમધર સંતોક બહેનના મોટા દીકરા હતા.આગળ જતાઆ કાંધલ જાડેજા (Kandhal Jadeja) પણ માતા અને કાકાની બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. હવે સંતોક બહેનના સૌથી નાના દીકરા કાના જાડેજાએ નગરાપાલીકાની ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રી કરી છે.
સમરણ મૂંઝા ગૉડફાધર
વર્ષ 1969માં અમેરિકાના લેખક મારિયો પુઝોએ ધ ગૉડફાધર નામની નવલકથા લખી છે.આ નવલકથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પોરબંદરમાં સરમણ જાડેજાના નામનો ડંકો વાગતો હતો. જેના ઉપર જે તે સમયે 46 હત્યાના આરોપ લાગ્યા હતા. પરંતુ ત્યાના સ્થાનિક લોકોમાં ગૉડફાધર કે રૉબિનહૂડની હતી.તે સમયમાં સરમણ મુંજા જમણા હાથમાં વીટીં રહેતી અને તેનાથી કાગળ ઉપર છાપ લાગતી.આ છાપ વાળો કાગળ પોરબંદરના કોઈપણ કરિયાણાની દુકાનમાંથી રાશન મેળવી શકતા હતા.આ કરિયાણાની ચૂકવણું સરમણ મુંજા કરતા હતા.
સંતોકબેન જાડેજાના કારનામાં
તા.20 ડિસેમ્બર 1986ના દિવસે મેર સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સરમણ મુંજા હત્યા કરી દેવામાં આવી હતી.હુમલાખોરે પીઠ પાછળ રિવૉલ્વરની 6 ગોળી ધરબી દીધી હતી.આ હત્યા બાદ ત્રણેક મહિના પછી તા. 11 માર્ચ 1987ના જાડેજા પરિવારના આધારસ્તંભ સમાન અરજણભાઈનું અવસાન થયું હતું.એક રિપોર્ટ પ્રમાણે સમરણ જાડેજાની મદદથી અનેક લોકો કામ ધંધે વળગ્યા હતા.સાથે સાથે અનેક લોકો વિદેશમાં સ્થાયી થયા હતા. જેમાં તેમના નાનાભાઈ ભૂરાનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ નાનાભાઈ ભૂરાએ પૈત્તૃક ગામ કડછ’ના આધારે ‘કડછા અટક ધારણ કરી હતી.હવે પરીવારની તમામ જવાબદારી સરમણના પત્નીલ સંતોક બહેન પર હતી. તેમણે આ ગૅંગનો ભાર ઉપાડી લીધો હતો.સંતોકબેને સરમણ મુંજાની હત્યામાં 14 લોકોની સંડોવણીની આશંકા હતી.આ તમામ 14ની એક બાદ એક હત્યા થઈ હતી. પરંતુ કોઈપણ કેસમાં સંતોકબહેનનું નામ પોલીસના ચોપડે ચડ્યું ન હતું.ત્યારબાદ ભાભી’ તરીકે ઓળખાતાં સંતોક જાડેજા હવે ‘બહેન’ તરીકે ઓળખાવાં લાગ્યાં હતાં.
કોણ છે કાના જાડેજા
કાના જાડેજા સરમણ મુંજા અને સંતોક બહેન જાડેજાના સૌથી નાનો પુત્ર છે. જ્યારે તેમના મોટાભાઈ કાંધલ જાડેજા (Kandhal Jadeja) સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર કુતિયાણા બેઠક પરથી ધારાસભ્ય પણ છે. સ્થાનિક પત્રકાર હિતેશ ઠકરારે જણાવ્યા અનુસાર કાના જાડેજા (Kandhal Jadeja) જમીન-મકાન કન્સ્ટ્રક્શન તથા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના લગ્ર ઢેલીબેહન ઓડેદરાના દિયર પૂજારામાનાં પુત્રી સાથે થયા હતા.પરંતુ થોડા સમય પછી છૂટાછેડા થઈ ગયા હતા.વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે ઢેલીબહેનને ઉમેદવાર બનાવ્યાં હતાં. તેમની સામે કાંધલ જાડેજા (Kandhal Jadeja) ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં ઢેલી બહેન 26 હજાર 712 મતે પરાજય થયા હતા.વર્ષ 1995થી કુતિયાણા નગરપાલિકા પર ઢેલી બહેન આડેદરાનું પ્રભુત્વ હતું. પંરતુ આ વખત કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં કાંધલ જાડેજા (Kandhal Jadeja) ના ભાઈ કાના જાડેજાની 14 સીટો પર વિજય થયો હતો. એટલેકે વર્ષો બાદ કુતિયાણા નગરપાલિકા પર જાડેજા (Kandhal Jadeja) પરીવારનું રાજ જોવા મળશે.
જાડેજા પરીવારનું રાજકારણ
1970ના દાયકાની આસપાસ ગુનાહિત બ્રેકગ્રાઉન્ડ ધરાવતા લોકો સીધી રીતે રાજકારણમાં આવતા ન હતા. પરંતુ તેના ચૂંટણી જીતવા માટે ધનબળ અને બાહુબળ અને સામાજિક સપોર્ટથી રાજનીતી કરતા હતા.એ સમયે કુતિયાણા કે પોરબંદરની બેઠક જીતવા રાજકિયપક્ષોએ સરમણ જાડેજાની જરૂર પડતી હતી.દિગ્ગજ પત્રકારના અનુસાર પોરબંદર, કુતિયાણા તથા આસપાસના વિસ્તારમાં જાડેજા પરિવાર બાહુબલિની છાપ ધરાવે છે. પરિવારના મોટાભાઈ કાંધલ જાડેજા રાજકારણમાં સક્રિય છે.કાંધલ જાડેજા પહેલા NCP પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. વર્તમાનમાં સમાજવાદી પાર્ટના કુતિયાણા બેઠક પરથી ધારાસભ્ય છે.હવે તેમના ભાઈ કાના ભાઈ જાડેજા કુતિયાણાના નગરપાલીકામાં રાજકારણ કરી રહ્યા છે.