વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. એક બાજુ વરસાદની આગાહી તો બીજી બાજુ રાજનેતાઓના બેફામ ભાષણો ચાલી રહ્યા છે. એક બાજુ નેતાઓ પ્રચાર કરવા આવી રહ્યા છે અને પ્રજાને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર ગરમાયો છે અને રાજકીય મંચો હવે ધમાકેદાર ભાષણોથી ગરમાયા છે. વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના તાજેતરના નિવેદનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રચાર સભા દરમિયાન Kirit Patel એ આમ આદમી પાર્ટી પર સીધી ટીકા કરતાં કહ્યું, “AAPના મુખ્યમંત્રી 400 કરોડના શીશ મહેલમાં રહે છે, અને સામાન્ય માણસ માટે એમની દયા ખોટી છે.”
એક તરફ જ્યાં કિરીટ પટેલે વિરોધી પક્ષને લલકાર્યું, બીજી તરફ તેમણે પોતાની પાર્ટીના નેતા Jayesh Radadiya ની સરાહના કરતા કહ્યું કે 400 દીકરીઓના સમૂહલગ્ન કરાવનાર એવા ભાઈને મંત્રી બનાવવામાં આવે તો વિકાસ વધુ ઝડપથી થઈ શકે છે.” કિરીટ પટેલના આ જબરજસ્ત ભાષણનો વીડિયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા સર્જાઈ છે. પક્ષપાંતિઓ એક તરફ કિરીટ પટેલને ઠોસ નેતા ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિરોધીઓ તેમને પોપ્યુલરિજમનો આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો – Visavadar માં કિરીટ પટેલ સામે BJP ના નેતાઓનું ચક્રવ્યુહ, પત્રકારોના માટે હજુ પણ ગોપાલ ઈટાલીયા આગળ
આ પણ વાંચો – Visavadar: કિરીટ પટેલે જૂની વાતો લોકોને કહેતા થયા ભાવુક
આ ચૂંટણી Gopal Italia કિરીટ પટેલ વચ્ચે છે પણ આમાં સૌથી મોટી અગ્નિ પરીક્ષા જયેશ રાદડિયાની છે. કેમ કે જયેશ રાદડિયાનું કદ સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટું છે. સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા અને ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીને તેમની તાકાતનો પરચો એમને બતાવી દીધો છે.