ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી કરી

દિનપ્રતિદીન ખ્યાતિ હોસ્પિટલને લઈ નવા રાજ ખુલ્લી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલમા ચકચાર મચાવનાર અને મોત કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલે વિદેશ માંથી ગ્રામ્ય કોર્ટના શરણે પડ્યો છે. પટેલે અમદાવાદ કોર્ટમાં આગોતરા જામીન અંગે અરજી કરી હતી. આ અરજીની આજે સુનાવણી કરવામાં આવશે. કાર્તિક પટેલ ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલના પરીવારે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. આ અરજીમાં પરીવારે રૂજૂઆત કરી કે કાર્તિક પટેલ નિર્દોષ છે.

ઓડીટમાં 1.50 કરોડની ખોટ આવક દર્શાવી

ક્રાઈમ બ્રાન્ચે ડો. સંજય પટોડીયાની કડક પૂછપરછમાં તેણે ઘટસ્ફોટ કરતા કહ્યું કે ઓડિટ રિપોર્ટમાં છેડછાડ કરી હતી. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી 1.50 કરોડની ખોટ દર્શાવી છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા હાત. આ ઉપરાંત અત્યાર સુધી આ હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત થયા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે.

112 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા

પીએમજેએવાયમાં યોજનામાં ખોટી રીતે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમાની પ્રક્રિયા કરતી હતી. હવે pmjay અને બજાજનાં કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. ખોટી રીતે ગેરલાભ લેતા કેટલાક લોકો સામે પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરવામાં આવશે.pmjay યોજનાનો લાભ લેનાર દર્દીના ક્લેઈમ બજાજ દ્વારા પાસ કરવામાં આવે છે.

Scroll to Top