Khyati hospital: અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. હવે આ અંગે ચોકવનારી વિગતો સામે આવી છે. કાર્તિક પટેલ (Kartik Patel) ના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતો હતો. ખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે. આ કૌભાંડ બાબતે કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે.
Enser કોમ્યુનિકેશનના ગુજરાતનો હેડ નિખીલ પરીખ છે.
સમાન્ય રીતે 48 થી 72 કલાકમાં Pmjay યોજનામાં ઓપરેશન મળવામાં સમય લાગતો હોય છે. પરંતુ ખ્યાતિ હોસ્પિટલને 10 થી 15 મિનીટમાં કઈ રીતે મંજૂરી મળી જતી તેની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. PMJAY યોજનામાં માત્ર 1500 રૂપિયામાં આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવતું હતું.ખ્યાતિમાં PMJAY માટે મેહુલ પટેલ કામ કરતો હતો.Enser કોમ્યુનિકેશન પ્રા.લી કંપની પાસે આયુષ્માન પોર્ટલનો કોન્ટ્રાક્ટ હતો. Enser કોમ્યુનિકેશનના ગુજરાતનો હેડ નિખીલ પરીખ છે. આરોપી પાસે માટે ઍક્સેસ હોય તેઓ આ રીતે જેની પાસે આયુષ્માન કાર્ડ ન હોય તેને બનાવી આપતા હતા. નિમેશ ડોડીયા, અસ્પાક શેખ, ઈમરાન હુસેન નામના આરોપીઓ કાર્ડ બનાવતા હતા.
છેલ્લા 5 મહિનામાં 3000 હજારથી વધુ આયુષ્માન કાર્ડ
ટેલીગ્રામ અને વ્હોટસએપમાં ઘણા ગ્રુપમાં આ લોકો કામ કરતાં હતા. ગ્રુપમાં આધારકાર્ડ મોકલો એટલે તરત આટલા રૂપિયામાં આયુષ્માન કાર્ડ બનશે તેવો મેસેજ કરતા હતા. જે દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાયા તેમાંથી અનેકના કાર્ડ આ રીતે બનાવ્યા હતા. 3000 હજારથી વધુ આયુષ્માન કાર્ડ છેલ્લા 5 મહિનામાં કાઢવામાં આવ્યા હતા. જેમાંથી કેટલા સાચા કેટલા બોગસ તે તપાસ કરવામાં આવશે. 3 હજારમાંથી કેટલા લોકોએ Pmjay યોજનામાં લાભ લીધો છે તે તપાસ કરાશે. જે કંપનીના માસ્ટર આઇડી પાસવર્ડ મહિને 15 થી 20 હજાર લઈને આરોપીઓને આપવામાં આવ્યા છે. જેથી આ ટોળકી પોતાની પાસેની માસ્ટર આઈડીથી આયુષ્માન કાર્ડ બનાવી આપતા હતા.