ગુજરાતની અંદર મોરબીમાં ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ. આમ તો ચેલેન્જની રાજનીતિની શરૂઆત એ વિસાવદર જીત બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેર મંચ ઉપરથી કહેતા હતા. પરંતુ પહેલી વખત કોઈ આમ આદમી પાર્ટીના નેતાને કોઈ વ્યક્તિએ સામેથી ચેલેન્જ આપ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. મોરબીના ધારાસભ્ય કે જેમને ઓપન ચેલેન્જ આપી. મોરબીના ધારાસભ્યની આ ઓપન ચેલેન્જ બાદ ગુજરાતની અંદર રાજનીતિ ગરમાઈ બંને પક્ષોએ સામ સામે ચેલેન્જની રાજનીતિની શરૂઆત કરી. પરંતુ આ તમામની વચ્ચે લોકોનું શું? લોકોના કામ કોણ કરશે? રોડ રસ્તાથી જનતા પરેશાન છે. વરસાદના પાણીથી જનતા પરેશાન છે, પાક વીમો ન મળવાથી ખેડૂતો પરેશાન છે.
આ પણ વાંચો – Kanti Amrutiya: સમર્થકોએ ગોપાલ ઈટાલિયાને શું કહ્યું?
આ મુદ્દે કેમ કોઈ ચેલેન્જની રાજનીતિ નથી રમતું. હવે આ તમામની વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે એવું પણ કહ્યું કે આ બંનેની વચ્ચે જો મારી પાસે આવશે અને સમાધાનની વાત હશે. તો હું ચોક્કસથી સમાધાન કરાવીશ. પરંતુ આ તમામની વચ્ચે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે Kanti Amrutiya ની સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોસ્ટ હતી જે રજૂઆત હતી, એ રજૂઆત બાદ Khodaldham ના એક ટ્રસ્ટી એની અંદર કમેન્ટ કરી છે. Khodaldham ના ટ્રસ્ટી એ સોશિયલ મીડિયાની અંદર વિવાદિત એક પોસ્ટ કરી છે.