વતનને શ્રદ્ધાંજલિરૂપે અનોખું કામ કરતાં દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવ્યું છે. પરબધામના મહંત કરસનદાસ બાપુ અને નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા વિશાળ કાર્યક્રમમાં 4 ગામના ખેડૂતોને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા. Khodaldham પ્રમુખની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 1200 જેટલા ખેડૂતોને હેક્ટર દીઠ ₹11,000ની સહાય આપવામાં આવી. અંદાજિત 2 કરોડ રૂપિયાની સહાય કુંભાણી પરિવાર દ્વારા ખેડૂતોને વિતરિત કરવામાં આવી છે.
ખેડૂતોમાં અનોખો ઉત્સાહ અને સંતોષ જોવા મળ્યો હતો. હેક્ટરની કોઈ મર્યાદા વિના સહાય મળવા અંગે ખેડૂતો ખાસ ખુશ થયા. એક ખેડૂતએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, “હેક્ટરની મર્યાદા વગર અમને સહાય મળી — એવું પહેલે ક્યારેય જોયું નથી.” બીજા એક ખેડૂતએ જણાવ્યું કે, “દિનેશ કુંભાણીએ ફક્ત 8 દિવસમાં જ સહાય પહોંચાડી — આ વતનના રતનનો સચ્ચો સેવાભાવ છે.” દિનેશ કુંભાણી દ્વારા આટલી મોટી મદદ મળતા ખેડૂતોમાં વિશ્વાસ અને આનંદની લાગણી ફેલાઈ છે. ગ્રામ્ય વિકાસ અને ખેડૂત કલ્યાણ માટે કુંભાણી પરિવારે કરેલો આ પ્રયાસ સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડે છે.
આ પણ વાંચો – Farmers: પરેશ ગોસ્વામીએ સરકારને આપ્યું અલ્ટીમેટમ



