7 મેંચમાં 5 સદી નોંધવનાર ખેલાડીને ભારતીય ટીમમાં ન મળી તક

Karun Nair: ભારત માટે ટેસ્ટમાં ત્રિપલ સદી ફટકારીને ખળભળાટ મચાવી દેનાર દિગ્ગજ બેટર કરુણ નાયર માત્ર 6 મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર થઈ ગયો હતો. હવે 8 વર્ષ બાદ તેણે ઘરેલુ ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. કરુણ નાયરે (Karun Nair) વિજય હજારે ટ્રોફીમાં વિદર્ભની કેપ્ટનશીપ કરતા છેલ્લી 7 ઈનિંગ્સમાં 752 રન બનાવ્યા છે. આ પ્રદર્શનને કારણે 2017 બાદ ફરી એકવાર તેના વનડે રમવાની આશા જાગી હતી. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેને સ્થાન ન મળ્યું.

7 ઈનિંગ્સમાં 752 રન બનાવ્યા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમ ભાગ લેશે જેમાં ભારત અને મેજબાન પાકિસ્તાનની ટીમની જાહેરાત થવાની બાકી હતી. જેમાં આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ચીફ સિલેક્ટરે ખેલાડીઓના નામની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. મોહમ્મદ શમીની આખરે ટીમ ઈન્ડિયામાં વાપસી થઇ છે. તે ઘણાં સમયથી ઈજાને કારણે ટીમથી બહાર હતો. જોકે બુમરાહ હાલમાં ઈજાગ્રસ્ત હતો. તેને પીઠમાં ઈજા થઇ હતી. જોકે તેમ છતાં બુમરાહને ફરી ટીમમાં સામેલ કરાયો છે. જોકે, ટીમમાં દિગ્ગજ બેટર કરુણ નાયર (Karun Nair) ને સ્થાન નથી મળ્યું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે

કરુણ નાયરે (Karun Nair) 6 ટેસ્ટની 7 ઈનિંગ્સમાં 374 રન બનાવ્યા છે. નાયર વીરેન્દ્ર સેહવાગ પછી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન છે. તેણે 2016માં ઈંગ્લેન્ડ સામે ચેન્નાઈ ટેસ્ટમાં 303 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. પરંતુ આ પછી તેણે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતુ. 2022માં તેને કર્ણાટકની રણજી ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ નાયર વિદર્ભની ટીમમાં સામેલ થયો અને કેપ્ટન તરીકે ધમાકેદાર બેટિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું.

Scroll to Top