-
Karnatakaના મંત્રીનો વીડિયો વાઇરલ
-
મોદી-શાહ મને બોમ્બ આપે… ફિદાયીન બનીને પાકિસ્તાન જઈશ
Karnataka News : જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir) ના પહલગામમાં આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમ સીમા એ પહોંચ્યો છે. બીજી તરફ પાકિસ્તાનના મંત્રીઓની ખોખલી ધમકી આવી આવી રહી છે. દરમિયાન કર્ણાટક સરકારમાં મંત્રીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી વડાપ્રધાન અને ગૃહમંત્રીને અપીલ કરી યુદ્ધમાં સામેલ થવાની વિનંતી કરી હતી અને ફિદાયીન હુમલો કરવાની વાત કરી હતી.
કર્ણાટક (Karnataka) માં આવાસ અને લઘુમતિ બાબતોના મંત્રી જમીર અહમદ ખાને (Zameer Ahmed Khan) શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે અમે ભારતીય છીએ, અમે હિન્દુસ્તાની છીએ. પાકિસ્તાનનો અમારી સાથે કોઇ સંબંધ નથી. પાકિસ્તાન હંમેશા આપણું દુશ્મન રહ્યું છે.
જો યુદ્ધ (પાકિસ્તાન સાથે) થશે તો હું મંત્રી તરીકે કહું છું હું પાકિસ્તાન (Pakistan) સાથેના યુદ્ધમાં લડવા તૈયાર છું. હું ત્યાં જઇશ અને યુદ્ધનો ભાગ બનીશ. જરૂર પડી તો આત્મઘાતી (ફિદાયીન) હુમલાખોર બની જઇશ. હું મજાક નથી કરતો.
દેશ માટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મને આત્મઘાતી પણ હુમલાખોર બનાવશે તો ખુદાની કસમ હું બોમ્બ પહેરી અને પાકિસ્તાન જઇશ. કર્ણાટકના મંત્રી જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો.
જણાવી દઇએ ભારત સરકારે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડી કહ્યું કે, ‘આ સંબંધિત વિદેશ વ્યાપાર નીતિ (FTP) 2023 માં એક જોગવાઈ કરવામાં આવી છે. જેથી નવા આદેશ સુધી તાત્કાલિક પ્રભાવથી પાકિસ્તાનમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી નિકાસ કરવામાં આવતા સામાન પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ લગાવી શકાય.’