ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ રાજકીય પક્ષો તરફથી સતત આક્ષેપબાજી અને નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. મોરબીના ભાજપના ધારાસભ્ય Kanti Amrutiya એ મીડિયા સમક્ષ Gopal Italia ને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી.
આ અંગે AAP ના નેતા Raju Karpada એ ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીતમાં કહ્યું કે, ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી છે. હવે કાંતિભાઈને પૂછો ક્યારે રાજીનામું આપે છે. કાંતિભાઈની ચેલેન્જ સહજભાવે ગોપાલભાઈ ઈટાલીએ સ્વીકારી છે. કાંતિભાઈમાં તાકાત હોય તો હવે ગોપાલભાઈની ચેલેન્જ સ્વીકારી છે તો રાજીનામું આપી દેવું જોઈએ. અમે રાહ જોઈએ છીએ ક્યારે કાંતિભાઈ રાજીનામું આપે છે. કાંતિભાઈ સામે નહી આવે તો કાંતિભાઈ ભાગેડું સાબિત થશે.