ગુજરાત અનેક પ્રોજેક્ટ્સને લઇ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ Kandla માં ભારતના પ્રથમ ‘Make in India’ 01 મેગાવોટ સ્કેલના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો છે. મે,2025 માં ભુજ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. માત્ર ચાર માસમાં 01 મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે. DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે.
Kandla Port ના ચેરમેન સુશીલકુમાર સીંઘે આ પ્રોજેક્ટ માત્ર DPA કે ગુજરાત માટે નહી પરંતુ સમગ્ર દેશ માટે મહત્વનો સાબિત થશે. કેન્દ્રીય મંત્રી Sarbananda Sonowal એ જણાવ્યું કે આ પ્રોજેક્ટ દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. DPA એ ગતિ, સ્કેલ અને કાર્યમાં કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રદર્શિત કર્યું છે. તેમણે કહ્યું કે આ અમલીકરણ સાથે, DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ સફળતા દરિયાઇ સ્તરે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પર્યારણને અનુકૂળ હોય તેવા પ્રકારની બંદરની કામગીરીમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ વધારે છે.
પર્યાવરણ માટે રક્ષણાત્મક હોય તેવી બંદરની પહેલ પ્રત્યે સતત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, મંત્રીએ DPA ની અગાઉની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જેમાં ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીથી સંચાલિત ટગનો સમાવેશ થાય છે.
તેમણે સંપૂર્ણપણે ભારતીય ઇજનેરો દ્વારા બનાવવામાં આવેલ સંપૂર્ણ આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર હાઇડ્રોજન ઇકોસિસ્ટમના અમલીકરની પ્રશંસા કરી, જે અન્ય બંદરો માટે નવીન અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા ઉપાયો અપનાવવા માટે પ્રેરણારૂપ છે. તેમણે Dindayal Port ઓથોરિટીની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, અનેઆ જટિલ પ્રોજેક્ટને નોંધપાત્ર કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે પૂર્ણ કરવા બદલ L&T ના ઇજનેરોની પણ પ્રશંસા કરી.