Gujarat: ગુજરાતમાં બે લોક ગાયકો વચ્ચે વિવાદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત (Gujarat) ની પ્રખ્યાત કલાકાર કાજલ મહેરિયા (Kajal Mehria) અને યુવા સિંગર સાગર પટેલ વચ્ચે વિવાદ થયો છે. દ્વારકાના એક કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઇને સાગર પટેલે (sagar patel) કાજલ મહેરિયા (Kajal Mehria) પર ગંભીર આરોપો લગાવ્યા છે. આરોપ છે કે, કાજલ મહેરિયા (Kajal Mehria) એ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને હવે વિવાદ વકર્યો છે.
કાજલ મહેરિયાએ અભદ્ર ટિપ્પણી કરી
ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા (Kajal Mehria) હંમેશા તેના ગીતોને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. ગુજરાતી લોક ગાયક સાગર પટેલે (sagar patel) પોતાની એક સોશ્યલ મીડિયા પૉસ્ટમાં કાજલ મહેરિયા (Kajal Mehria) પર મોટા આરોપો લગાવ્યા છે. કાજલ મહેરિયા (Kajal Mehria) એમાં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ આ પૉસ્ટમાં લગાવવામાં આવ્યો છે. કાજલ મહેરિયા (Kajal Mehria) એ દ્વારકાના કાર્યક્રમમાં આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાત કહેવામાં આવી છે. ગુજરાત (Gujarat) ના બે લોકગાયકોના ઝઘડાને લઇને હવે વિવાદ વધુ વકર્યો છે.
આ પહેલા પણ વિવાદમાં આવી હતી
કાજલ મહેરીયા (Kajal Mehria) આ પહેલા પણ અનેક વખત વિવાદમાં આવી ગયા છે.કોરોના સમયમાં મહેરીયાએ લોકોને ભીડ ભેગી કરવાનો આરોપ લાગ્યો હતો. થરાદ તાલુકાના કેશર ગામે એક લગ્ર પ્રસંગ હોવાથી કાજલ મહેરિયા (Kajal Mehria) એ ડીજેના તાલે ગીતો ગાયા હતા.જેના કારણે પોલીસે લગ્ન આયોજક અને કાજલ મહેરીયા (Kajal Mehria) સામે ગુન્હો નોંધ્યો હતો.આ ગુના બાદ થરાદ પોલીસ મથકે હાજર થઈ જામીન પર મુક્તિ મેળવી હતી.