Kadi : કડી વિધાનસભા પેટાચૂંટણીમાં BJP માંથી ઉમેદવાર નક્કી?

છેલ્લા ઘણા સમયથી વિસાવદર (Visavadar) અને કડી (Kadi) વિધાનસભાની પેટાચૂંટણીને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે  કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે (25 મે) ગુજરાત વિધાનસભાની કડી (Kadi) તથા વિસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે.

કડી (Kadi)  બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયેલા કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ હતુ. જેમાં લગભગ 4 મહિના પછી પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પેટાચૂંટણી લડવા ઈચ્છુક લોકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપમાં 40થી વધુ લોકોએ સેન્સમાં ભાગ લીધો હતો. જ્યારે કોંગ્રેસમાંથી 8 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

જેમાં ભાજપમાંથી એક નામ ખૂબ ચર્ચામાં છે. જે મહિલા લોકગાયક છે અને હવે રાજકારણમાં આવી સમાજસેવા કરવા માંગે છે. આ લોકગાયક એટલે કાજલ મહેરિયા (Kajal Maheriya) કે જેમણે કડી (Kadi)  ની પેટાચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા માટે ભાજપની સેન્સમાં દાવેદારી કરી હતી.  જો કે ભાજપ કાજલ મહેરિયાને ટિકીટ આપશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે.

રાજકારણમાં આવી વધુ સેવા કરીશ : કાજલ મહેરિયા (Kajal Maheriya)

કાજલ મહેરિયા (Kajal Maheriya) એ આ અંગે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે, મેં ટિકિટ માગી છે. છેલ્લા 15 – 20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું. બધા કામોમાં મારી હાજરી છે. હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરીશ. મારુ બળ જાગશે અને પાર્ટી માટે કામ કરવાની મારી શક્તિ વધી જશે. 15 વર્ષથી જોડાયેલી છું એટલે વધારે શક્તિ જાગી છે કે હું પણ કંઈક કામ કરું પાર્ટી માટે. લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે. ભાજપ પાર્ટી વતી હાલ હું કલાકારની ક્ષેણીમાં કામ કરું જ છું. પરંતુ રાજકારણમાં આવીને તેનાથી પણ વધારે જોરદાર સેવા કરવાનો મોકો મળે.’

Scroll to Top