Maheshgiri Bapu: શું હવે ભવનાથ મંદિરમાં થશે તેમની એન્ટ્રી ?

Maheshgiri Bapu

Junagadh ના પવિત્ર ભવનાથ મંદિરમાં આજે ભારે ચકાસણી અને મહત્વપૂર્ણ ઘટનાઓ જોવા મળી રહી છે. મંદિરે ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે વહીવટી સ્તરે પણ મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. ભવનાથ મંદિરના આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે વિવાદ ન સર્જાય.

આ પણ વાંચો – Arvind Ltd.: GPCB દ્વારા આ કંપની સામે શો કોઝ નોટિસ જાહેર

અંદરખાને ભૂતનાથ મહંત Maheshgiri Bapu બપોરે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના વલણ અને નિર્ણય અંગે જાહેરમાં સ્પષ્ટતા કરશે. તેઓએ ભવનાથના પૂર્વ મહંત હરિગીરી બાપુ સામે ગંભીર આક્ષેપ કર્યા છે, જેને લઈ ધાર્મિક વર્તુળોમાં ચર્ચા જાગી છે. પ્રેસ કોન્ફરન્સ બાદ Maheshgiri Bapu ભવનાથ મહાદેવને જળાભિષેક અર્પણ કરશે અને મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરશે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભક્તો અને સાધુ-સંતોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહેશે.

વિશેષ વાત એ છે કે, ભવનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમવાર અહીં વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. તાજેતરમાં નક્કી કરાયેલા વહીવટ બદલ અનુસાર પ્રાંત અધિકારીએ ગઈકાલે સત્તાવાર ચાર્જ સંભાળ્યો છે, જે બાદ મંદિરના તમામ કાર્યકર્મો નિયંત્રિત અને વ્યવસ્થિત રીતે યોજાઈ રહ્યા છે. ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે અને લોકોએ શાંતિ જાળવવા અને ધાર્મિક સ્થળની પવિત્રતાને યથાવત રાખવા અપીલ કરવામાં આવી છે.

Scroll to Top