Junagadh Range: સાયબર પોલીસના વોલિન્ટયરે જ સાયબર ક્રાઈમ પોલીસનું e-mail હેક કર્યું

Junagadh Range ના Cyber Crime Police Station નું e-mail ID હેક કર્યું. 4 બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલા રૂપિયા 73.72 લાખને અનફ્રીઝ કરવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું e-mail ID હેક કર્યું. વિશાલ વાળંદ નામનો યુવાન કે જે સાયબર એક્સપર્ટ છે. આ યુવાને ID હેક કરી લોકિંગ સિસ્ટમ, પાસવર્ડ અને એક્સેસ કંટ્રોલ મેળવી PSI જી. બી. સિસોદિયા તરીકે પોતાની ખોટી ઓળખ આપી હતી. ICICI, SBI, બેંક ઓફ બરોડા (Bank of Baroda) અને પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) માં ફ્રીઝ કરાયેલા રૂપિયા 73.72 લાખ અનફ્રીઝ કરવા માટે e-mail કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના વાયરલેસ PSI એન. એ. જોશીનાં ધ્યાને આવતા 04 મેનાં રોજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી PI સી. વી. નાયકે તપાસ હાથ ધરી હતી.

લગભગ એક વર્ષ પહેલા આ મામલે બેંકમાં જે e-mail આવ્યો હતો. તેનું વેરિફિકેશન કરવામાં આવતા ખબર પડી કે સાયબર ક્રાઈમ પોલીસમાંથી આવો કોઈ પ્રકારનો e-mail કરવામાં આવ્યો નહોતો. આ મામલે તપાસ હાથ ધરી એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ વિશાલ વાળંદ એ બીજો કોઈ નહી, પણ સાયબર પોલીસનો જ વોલિન્ટયર છે. વિશાલ વાળંદ નામનાં આ શખ્સે પોતાના લેપટોપમાંથી e-mail કર્યો હોવાનું ખુલતા તેને અમદાવાદથી ઉઠાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

PI સી. વી. નાયકે આપી તમામ વિગતો

સાયબર એક્સપર્ટ અને સાયબર વોલિન્ટયર વિશાલ વાળંદ નામનાં શખ્સે મુંબઈ જઈને એક મજૂરને નિશાન બનાવ્યો હતો અને તેના મોબાઈલ ફોનમાંથી પોતાનાં લેપટોપમાં વાઈફાઈ ક્નેક્ટ કરી બેંકોમાં ફ્રીઝ કરાયેલા રૂપિયા 73.72 લાખ અનફ્રીઝ કરવા માટે e-mail કર્યા હતા. આ માહિતી મળતા ટેકનિકલ મદદથી મજૂર સુધી પોલીસ પહોચી ગઈ હતી. જ્યારે મજૂરની પૂછપરછ કરી તો તે મજૂરે વિશાલ વાળંદનું નામ આપતા પોલીસે આ વિશાલ વાળંદ નામનાં શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Scroll to Top