Junagadh ના અતિપ્રસિદ્ધ Bhavnath મહાદેવ મંદિરમાં પ્રથમ વાર વહીવટદારી શાસન લાગુ કરવામાં આવ્યું છે, અને વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. આજે તેઓ સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લેશે.
આ પણ વાંચો – Ribda: તંત્રનું મેગા ડિમોલેશન કોણે કરાવ્યું?
Junagadh માં આ નિર્ણય મંદિરમાં ચાલી રહેલા ગંભીર વિવાદોને પગલે લેવામાં આવ્યો છે. મહંત હરિગીરીજી બાપુની મુદત પૂર્ણ થતા જ રાજ્ય તંત્રે ચુસ્ત કાર્યવાહી કરી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાય સમયથી Junagadh ના ભવનાથ મંદિરમાં હરિગીરી અને મહેશગીરી બાપુ વચ્ચે વહીવટ મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું હતું, જેને કારણે મંદિરમાં વિવાદ અને અસ્થિરતા સર્જાઈ હતી. સત્તાવાર તંત્રએ પ્રથમવાર મંદિરના શાંતિપૂર્ણ સંચાલન માટે વહીવટદારી શાસન અમલમાં લાવવાનું પસંદ કર્યું છે. ભવનાથ મંદિર હમેશા રાજકીય અને ધાર્મિક મહત્વ ધરાવતું રહ્યું છે, અને એવી પવિત્ર જગ્યા પર વિવાદ ઊભો થવાથી તંત્રએ મૂળભૂત વ્યવસ્થા સુધારવાનો નિર્ણય લીધો છે.