Junagadh: મહેશગીરીની ચેલેંન્જનો સ્વીકાર,કાલે જૂનાગઢમાં થશે મહા ગર્જનાદ

Junagadh: મહેશગીરી બાપુએ ન્યુઝ રૂમ ગુજરાતીને ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જ ન્યુઝ રૂમ ગુજરાતીના એડિટર દિક્ષિત ઠકરાર (@iDixitThakra) અને કિશન કાંટલિયા (@KKanteliya) એ સ્વીકારી છે. આવતી કાલે જૂનાગઢમાં સાંજે ચાર વાગ્યે બાપુના સ્થળ પર ડિબેટ યોજાશે. આ ડિબેટમાં મહેશગીરી (maheshgiri) બાપુ તેના પર લાગેલા તમામ આરોપ પર જવાબ આપવાના છે. આ પ્રસંગે ગુજરાતના અગ્રણી પત્રકાર જગદિશ મહેતા પણ હાજર રહેવાના છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પત્રકારોના સવાલ પર મહેશ ગીરીબાપુ જવાબ આપી શકેશે કે નહીં.

જૂનાગઢમાં સાંજે ચાર વાગ્યે ડિબેટ યોજાશે

મહેશ ગીરી (maheshgiri) બાપુએ ગઈ કાલે સાંજે સત્યનો રણકાર ટાઈટલ હેઠળ વીડિયોના માધ્યમથી તેમના પર લાગેલા આક્ષેપ પર ખુલ્લીને ચર્ચા કરવા માટે વરીષ્ઠ પત્રકાર જગદિશ મહેતાને પડકાર ફેંક્યો હતો. તથા સમગ્ર ગુજરાતના પત્રકારને ખોટા અને લાવારીસ પણ ગણાવ્યા હતા. બાપુએ વીડિયોમાં કહ્યું કે જે સત્ય છે તે બહાર આવુ જોઈએ. આ માટે આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પત્રકારોની સુરક્ષા માટે પોલીસને પણ કહી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બાપુએ પત્રકારોના તમામ જવાબ આપવાની બાંહેધરી પણ આપી છે. આ કાર્યક્રમમાં સમગ્ર જૂનાગઢની જનતાને પણ હાજર રહેવા અપીલ કરી છે.

મહેશભાઈ વ્યભિચારનો જવાબ દેવાને બદલે મીડિયાને ચેલેંજ આપી રહ્યા છે

આ વીડિયોમાં મહેશગીરી (maheshgiri) બાપુ ન્યુઝ રૂમનું નામ લઇ બોખલાઈ ગયા હતા. પરંતુ દુખની વાત એ છે કે મહેશભાઈ (maheshgiri) વ્યભિચારનો જવાબ દેવાને બદલે મીડિયાને ચેલેંજ આપી રહ્યા છે. ન્યુઝ રૂમ ગુજરાતીએ આર્ટીકલ થકી મહેશ ભાઈને કેટલાક સવાલો પણ કર્યા હતા. આ સવાલો નીચે મુજબ છે.

1) સન્માનીય મહેશગિરી દ્રોણેશ્વર ગામ શું બન્યું હતું ?

2) શિક્ષિકા સાથે તમારો શું સબંધ હતો મહેશગીરી ?
3) શિક્ષિકા સાથે તમારો શું સબંધ હતો મહેશગીરી ?
4) મહેશગીરી વાજતે ગાજતે ગામના લોકોએ તમને કેમ કાઢી મેલ્યા હતા ?
5) કેમ મહેશભાઈ લાજવાને બદલે તમે ગાજી રહ્યા છો ?

 

Scroll to Top