Junagadh: ઇકોઝોનના વિરોધમાં આમ આદમી પાર્ટી મેદાને,જો રદ નહીં થાય તો……

Junagadh: વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોન (ecozone) ના વિરોધમાં ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ તમામ લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર ખેડૂતો સહિત તમામ લોકોની માંગ છે કે સરકાર ઈકોઝોન (ecozone) ને રદ્દ કરે. મળતી માહિતી અનુસાર ભાજપના નેતાઓની જમીનો આવે અને રિસોર્ટ બનાવવા મળે તે માટે આખું ષડયંત્ર છે. જો ઇકોઝોન (ecozone) રદ્દ નહીં થાય તો ખેડૂતે પોતાના ખેતરમાં લીમડો કાપવાના 20,000 થી 50000 રૂપિયા નો દંડ ચૂકવવો પડશે.

ઇકોઝોન નહીં  લૂંટ ઝોન

આમ આદમી પાર્ટીના વિવિધ નેતાઓએ જણાવ્યું કે ઇકોઝોન (ecozone) ગીર માટે અને તેની આસપાસના વિસ્તાર માટે ખૂબ જ ખતરનાક પ્રોજેક્ટ છે.ઇકોઝોનને નાબૂદ કરવાની સાથે સાથે જૂનો જીઆર પણ રદ કરવામાં આવે.સરકારે જે ઇકોઝોન (ecozone) જાહેર કર્યો છે તે ઇકોઝોન (ecozone) નહીં પરંતુ લૂંટ ઝોન છે. વિધાનસભામાં પણ અમે તમામ ધારાસભ્ય મળીને આ મુદ્દાને ઉઠાવીશું. જો સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ખેડૂતોને સાથે રાખીને વધુ જલદ આંદોલન કરવામાં આવશે. ત્રણ વર્ષ સુધી અમે ઇકોઝોન લાગુ નહીં થવા દઈએ. વર્ષ 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ જો ઈકોઝોન (ecozone) લાગુ હશે તો પણ અમે તેને રદ્દ કરી દઈશું.આ વિસ્તારના ભાજપના સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના લોકો જો ખેડૂતો સાથે ઉભા રહેવા માંગતા હોય તો તાત્કાલિક તેમણે રાજીનામાં ધરીને સરકાર પર ઇકોઝોનને રદ્દ કરવા માટે દબાણ કરવું જોઈએ.

આમ આદમી પાર્ટીના નેતા હાજર રહ્યા હતા

આ ખેડૂત મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ અને ઇકોઝોન (ecozone) મુદ્દે આંદોલન ચલાવનાર યુવા નેતા પ્રવિણ રામ, આપ નેતા હરેશભાઈ સાવલિયા, અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, આપ નેતા પરેશ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Scroll to Top