John Abraham: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારત સહિતી અનેક દેશોમાં હિટ થઈ હતી. હવે ચાહકો પઠાણ 2 ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને લઈ જ્હોન અબ્રાહમે (Abraham) મોટા સંકેત આપ્યા છે.તમને જણાવી દઈએ કે પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે લીડ રોલમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ (Abraham) પણ હતા.
ચાહકો પઠાણ 2 ની રાહ જોઈ રહ્યા છે
જ્હોન અબ્રાહમ (John Abraham) પઠાણ 2 માં જીમની ભૂમિકામાં જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર પઠાણ 2 અંગે જ્હોન અબ્રાહમે (John Abraham) સ્પષ્ટ કહ્યું ફ્રેન્ચાઈઝી ફિલ્મોનો ભાગ બનવા માંગતો નથી.જ્યા મને ગમે એવી રસપ્રદ સ્ટોરી ન આવે ત્યા સુધી હું તેવી ફિલ્મમાં પડતો નથી. જ્યારે જ્હોન અબ્રાહમ (John Abraham) ને પઠાણ 2 અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું તે ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ ખાસ અને શાનદાર હતું. જ્હોને ધૂમ, ન્યૂયોર્ક, કાબુલ એક્સપ્રેસ અને ‘પઠાણ’ જેવી આદિત્ય ચોપરા સાથે કરેલી ફિલ્મો વિશે વાત કરી અને કહ્યું- ‘મને લાગે છે કે તે (આદિ) મને સાચો સમજે છે અને આશા છે કે અમે જીમ માટે એક પ્રિક્વલ બનાવીશું.
જ્હોન અબ્રાહમની ધ ડિપ્લોમેટ ટૂંક સમયમાં રીલીઝ થશે
તમને જણાવી દઈએ કે જ્હોન અબ્રાહમ (John Abraham) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ધ ડિપ્લોમેટને લઈને ચર્ચામાં છે. શિવમ નાયર દ્વારા નિર્દેશિત આ એક પોલિટિકલ-થ્રિલર છે. આ ફિલ્મ હોળીના વીકએન્ડ પર એટલે કે 14 માર્ચ 2025ના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મ દેશ ભક્તિી પર છે. જેમાં ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલી રસપ્રદ સ્ટોરી પર નિર્માણ પામેલી છે.