Jignesh Mewani બાદ Hira Solanki નો જૂનો વીડિયો વાયરલ

Jignesh Mewani

વડગામના ધારાસભ્ય Jignesh Mewani ના “પટ્ટા ઉતારી દઈશ” જેવા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં વિરોધની લહેર ફેલાઈ છે. પોલીસ પરિવાર, વેપારી વર્ગ અને નાગરિકો દ્વારા છેલ્લા બે દિવસથી સતત વિરોધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ વિવાદ વચ્ચે હવે વધુ એક રાજકીય ચહેરું ધારાસભ્ય Hira Solanki પણ ચર્ચામાં આવ્યા છે. થરાદ જિલ્લામાં મેવાણીએ પોલીસ વડાની કચેરીએ ખુલ્લા આક્ષેપો અને વિરોધ કર્યો હતો, જેના પગલે રાજ્યભરમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારોમાં ભારે રોષ છે. પોલીસ અધિકારીઓના સમર્થનમાં અનેક સ્થળોએ રેલીઓ અને જાહેર પ્રતિકાર નોંધાયો છે.

વિવાદની ગરમી વચ્ચે, સોશિયલ મીડિયા પર ધારાસભ્ય હીરા સોલંકીનો 3 વર્ષ જૂનો વીડિયો ફરી સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ પોલીસકર્મી સાથે ઉગ્ર વાદ-વિવાદ કરતા અને “પટ્ટા ઉતારી દઈશ” જેવી ધમકીભરી ભાષા બોલતા જોવા મળે છે. આ વીડિયો ફરી વાયરલ થતા લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રાજકીય નેતાઓ દ્વારા પોલીસ તંત્ર સામે ધમકાવવાની ભાષા કોઈ નવી બાબત નથી. વિવાદિત વીડિયોમાં ધારાસભ્ય હીરા સોલંકી પોલીસ સાથે રકઝક કરતા, અવાજ ઉંચો કરતા અને શિસ્તભંગરૂપ વર્તન કરતા દેખાતાં હોવાના દાવા સોશિયલ મીડિયા યુઝર્સ કરી રહ્યા છે. આ વીડિયો ફરી સામે આવતા Jignesh Mewani ના નિવેદન સાથે તુલના થવા લાગી છે અને વિરોધ વધુ રાજકીય વળાંક લઈ રહ્યો છે.

આ પણ વાંચો – Gondal ના રાજકુમાર જાટ કેસમાં આવ્યો મોટો વળાંક

Scroll to Top