Local body elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટૂંક સમયમાં મતદાન થવાનું છે.તે પહેલા તમામ ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે બાલાસિનોર નગરપાલિકા ચૂંટણીના વોર્ડ 2 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયાબેન ઠાકોરો ચાલુ સભામાં આપવીતી સંભાળાવી હતી.આ સભામાં કોંગ્રેસ (congress) ના આગેવાન અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) પણ હાજર હતા.
જયાબેન ઠાકોરને ચાલુ સભામાં આવ્યો પેનીક એટેક
બાલાસિનોર નગરપાલિકા ચૂંટણીના વોર્ડ 2 ના કોંગ્રેસ (congress) પક્ષના ઉમેદવાર જયાબેન ઠાકોરે સભામાં કહ્યું અમુક લોકો છેલ્લા બે ત્રણ દિવસથી ગંભીર પ્રકારની ધાકધમકી આપી રહ્યા છે. તેઓ ધમકી
આપતા કહ્યે છે કે ઘર તોડી પાડવામાં આવશે,તમારા બાળકો પર જોખમ ઊભું થશે,તમારા પોતાના જીવનું જોખમ ઊભું થશે,તમને બરબાદ કરી નાખશે,સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાના માણસો દ્વારા આ પ્રમાણેની ધાક ધમકી આપતા હતા. આ ઉમેદવાર આપવીતી રજૂ કરતા કરતા સભામાં ઢળી પડ્યા હતા.
કોંગ્રેસ કર્યા ભાજપ પર આક્ષેપ
આ સભામાં હાજર જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું ડરના કારણે જાહેર સભામાં મહિલા ઉમેદવાર જયાબેન ઠાકોરને પેનીક એટેક આવ્યો છે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) તથા કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર પણ સમગ્ર ઘટનાને લઈ ખેદ વ્યક્ત કર્યું હતું. આ મુદ્દાને લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.કોંગ્રેસના નેતા ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી જીતવા ભાજપના નેતા મહિલા નેતાને ધમકી આપી રહ્યા છે.કોઁગ્રેસ (congress) ના ઉમેદવાર ચૂંટણી ન લડી શકે તે માટે અનેક પ્રકારના કાવતરા ઘડી રહ્યા છે.