Jignesh Mevani – ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ CM ભુપેન્દ્ર પટેલને વિકાસ જોવા આમંત્રણ આપ્યું છે. જીગ્નેશ મેવાણીનો એક વીડિઓ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. પાલનપુર,બનાસકાંઠામાં પાણી ભરાતા મેવાણી લાલઘૂમ થયા છે. મેવાણીએ મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું હતું કે, તમે છાપી આવો…છાપી રોડ પર 30 મિનિટ ઉભો વિકાસ જ વિકાસ દેખાશે. થોડા જ વરસાદમાં એટલા પાણી ભરાયા કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાણી ભરાવવાનું એક માત્ર કારણ મોટા ફ્લાયઓવર છે. શરમ આવી જોઈએ તમને તમારી રાજનીતિ પર તેવું જણાવ્યું હતું.