Jignesh Mevani: પાટણમાં દલિત સમાજના વડીલને જીવતા સળગાવી દીધા!

Jignesh Mewani

Jignesh Mevani એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જીગ્નેશ મેવાણી એ કહ્યું, “Patan જિલ્લાના Santalpur તાલુકાના એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે. આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા. નજીકના ગામમાં એમણે જીવતા સળગાવી નાખ્યા છે. હાલ જ SP પાટણ સાથે મારી વાત થઈ એમણે આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે. કારણ શું છે એ તપાસનો વિષય છે એવું એમણે મને કહ્યું.” Jignesh Mevani એ વધુમાં જણાવ્યું કે હરજીભાઈ દેવાભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરાડા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે. વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા. એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા. પગમાં ઝાંઝર પહેરાવી છે એટલે બહુ રહસ્યમય સંજોગોમાં આ દલિત સમાજના 60 એક વર્ષના વડીલની હત્યા કરવામાં આવી છે.


 આ પણ વાંચો – Mansukh Vasava: DySP એ કાપ્યો ફોન, સાંસદ થયા લાલઘૂમ

આ પણ વાંચો – જગ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર Jay Vasavada ની મોદી અને અમિત શાહને લઇ કથિત ઓડિયો ક્લિપ વાઇરલ

Scroll to Top