Jayrajsinh Jadeja: ઓડિયો કલીપ મામલે મોટો ખુલાસો

Jayrajsinh Jadeja

સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે. સોશિયલ મીડિયા પર ફરતા એક વાયરલ ઓડિયો ક્લીપમાં Jayrajsinh Jadeja નું નામ ઉલ્લેખાતા રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જોકે, આ ઓડિયોની વાસ્તવિકતા અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

Jayrajsinh Jadeja ના સમર્થક રાજભા જાડેજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “જગદીશ સટોડીયાનો જે ઓડિયો સામે આવ્યો છે તે મેં સાંભળ્યો છે, પરંતુ આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ. જો કોઈને અન્યાય થયો હોય તો તે કાયદેસર રીતે આગળ જઈ શકે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “ઓડિયો કલીપમાં જે રીતે સુપ્રીમ કોર્ટમાં અરજી થવાની વાત થઈ રહી છે, એવી કોઈ અરજી વાસ્તવમાં થઈ નથી.” રાજભાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરતાં કહ્યું કે આજના AIના જમાનામાં કોઈપણ ઓડિયો કે વીડિયો ક્લીપ 100% સાચી હોવાની ખાતરી આપી શકાતી નથી. “આવા સમયમા દરેકે સંયમ રાખવો જોઈએ અને પૂરતી તપાસ વિના કોઈ પણ ક્લીપ પર વિશ્વાસ ન કરવો જોઈએ,” એમ રાજભાએ જણાવ્યું.

NEWZ ROOM ગુજરાત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વાયરલ ઓડિયો ક્લીપની અસલિયતની પુષ્ટિ ચેનલ દ્વારા કરવામાં આવી નથી. ચેનલે આ વિષય પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને લોકો ને અફવા ફેલાવાથી દૂર રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચો – Cough Syrup: બાળકોના મોતમાં નીકળ્યું ગુજરાત કનેક્શન!

Scroll to Top