Jayesh Radadiya: સૌરાષ્ટ્રમાં ગઈકાલે જામકંડરામાં ભવ્યા સમુહ લગ્રન સમારોહ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગે અનેક પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા.આ નવોમાં શાહી લગ્ર સમારોહમાં જ્યેશ રાદડિયા (Jayesh Radadiya) એ નામ લીધા વગર સમાજના આગેવાનો પર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે સમાજના અમૂક લોકો સારા કામને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
ખુલ્લા મંચ પરથી જયેશ રાદડિયાનો પડકાર
રાજકારણએ મારૂ અલગ જીવન છે. આ લગ્ન પૂરા થતા હું રાજકિય કામ કરતો હશે.જ્યારે જ્યારે સમય આવે ત્યારે હું રાજકારણ કરતો હોવ છું. પરંતુ રાજકારણએ એક અલગ પાર્ટ છે. આ કામ સમાજ માટેનું કામ છે.વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મે આ કામ કર્યું છે. સમાજમાં બે- ચાર લોકોની ટીમ આવા સારા કામમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. સમાજમાં રહેલી બે ટકા ટપોરી ગેંગ સમાજને બદનામ કરવાનું કામ કરે છે.
મારે કોઈના સર્ટીફીકેટની નથી જરૂર
સોશ્યલ મીડિયામાં ખરાબ કોમેન્ટ કરવાનું કામ આ બે ટકા લોકો કામ કરી રહ્યા છે. અમુક લોકો જ્યેશ રાદડીયા અને રાદડીયા (Jayesh Radadiya) પરીવાર અંગે ખરાબ કોમેન્ટ કરે છે.અમૂક લોકો રાજનીતિમાં નથી છતા સમાજના નામે રાજકારણ કરવા માંગે છે.આવા લોકોને જવાબ સમાજે આપવો પડશે.જ્યેશ રાદડીયા (Jayesh Radadiya) એ ક્યારેય પણ લેવા પટેલના નેતા બનવું નથી. સમાજની જવાબદારી મળી છે પરંતુ આવી ટોળકી રાદડીયા (Jayesh Radadiya) પરીવારને બદનામ કરે છે.જે લોકોને રાજનીતી સાથે કોઈ સંબંધ નથી તે નળીયા ગણવાનું કામ કરે છે.