વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને કિરીટ પટેલની હાર થઈ. પરંતુ ચર્ચા ત્યાં એ ચાલી રહી છે કે Jayesh Radadiya નું શું? Jayesh Radadiya હવે મંત્રી બનશે? જયેશ રાદડિયાનું 2027 માં ભવિષ્ય શું? સૌરાષ્ટ્રમાં હવે નવા જૂની થશે કે કેમ? એક તરફ જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના મોટા નેતાદ અને સામે પક્ષે Visavadar વિધાનસભાની પેટા ચૂંટણીમાં Gopal Italia ની જીત થઈ. જ્યાં સૌરાષ્ટ્રથી વધુ એક પાટીદાર સમાજના મોટા નેતાનો ઉદય થયો છે.
આ પણ વાંચો – Visavadar: ક્યાં બાજી પલટાઈ ઈટાલિયાને ક્યાં લીડ મળી?
ગુજરાતની રાજનીતિમાં બે એવી ઘટનાઓ એક જ દિવસે બની કે જેમાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એક જ દિવસની અંદર માત્ર ત્રણ કલાકના ફેરે બન્યા. બપોરે 12 વાગ્યા 39 મિનિટની આસપાસ ગોપાલ ઈટાલિયાની જીત થઈ. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું આપણે વાત કરવી છે. હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે ભાજપના મોટા નેતા જયેશ રાદડિયા સામે હાઈ કમાન્ડ નારાજ છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરે એવી શક્યતાઓ છે. જો કે સ્થાનિક મત અને અહેવાલો મુજબ જયેશ રાદડિયાએ વિસાવદરની સંપૂર્ણ જવાબદારી સંભાળી ન હોત તો ભાજપના કિરીટ પટેલને અત્યારે જેટલા મત મળ્યા તેનાથી ઘણા ઓછા મત મળ્યા હોત.
બીજી બાજુ ગોપાલ ઇટાલિયાએ ઐતિહાસિક જીત મળતા જ હવે વિરોધ પક્ષનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને પછાડવા માટેની કામગીરી પણ હવે વિરોધ પક્ષની ભૂમિકામાં કદાચ આમ આદમી પાર્ટી શરૂઆત કરશે. આ ઉપરાંત કેજરીવાલની નજર પણ 2027 માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પર મંડાશે. જેને લઈ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની ગુજરાતની અંદર અવરજવર પણ એ આગામી દિવસોમાં વધે તેવી શક્યતાઓ છે. આ સ્થિતિમાં જો ભાજપના હાઈ કમાન્ડ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરે તો ભાજપની હાલત વધુ કફોડી બની શકે. ભાજપ ભલે હારી ગયું હોય પણ જયેશ રાદડિયાનું વર્ચસ્વ આજે પણ સૌરાષ્ટ્રની અંદર એવું ને એવું જ છે.