Jayesh Radadiya: Rajkot નાં સહકારી ક્ષેત્રમાં ફરી સળવળાટ શરૂ થયાના એંધાણ હોય તેમ District Cooperative Bank ની ચૂંટણીનાં પડઘમ વાગવાના શરૂ થયા છે. જુલાઈમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થાય છે તે પૂર્વે બેંક દ્વારા નવી ચૂંટણી યોજવાની દરખાસ્ત જીલ્લા રજીસ્ટ્રારને મોકલી દેવામાં આવી છે અને હવે તેના દ્વારા જીલ્લા કલેકટરને દરખાસ્ત થવા સાથે પ્રક્રિયા શરૂ થશે. ભાજપ પાર્ટી લેવલે આ ચૂંટણી લડવા માંગે છે. જો નવા કાયદા મુજબ ચૂંટણી લડાય તો અનેક ડિરેક્ટરોની હાથ ઘસતા હાથ ધસતા રહી જશે.
જીલ્લા રજીસ્ટ્રાર કચેરીનાં સૂત્રોએ એમ કહ્યું કે જીલ્લા બેંક તરફથી ચૂંટણી યોજવા માટેની વિધીવત દરખાસ્ત પાઠવવામાં આવી હતી. કચેરી દ્વારા બેંકે રજૂ કરેલા સભ્ય સહકારી મંડળીઓનાં ઠરાવોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
એક-બે સપ્તાહમાં તે પૂર્ણ થયા બાદ કલેકટરને દરખાસ્ત કરાશે. ઠરાવોની ચકાસણીમાં લોન ડીફોલ્ટ મંડળીઓની ખબર પડે તો તેને ગેરલાયક ઠરાવીને નામ મતદાર યાદીમાંથી રદ કરી દેવામાં આવતુ હોય છે. આ લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા છે.
રાજકોટ જીલ્લા બેંકની ચૂંટણી 17 બેઠકો પર યોજાતી હોય છે. તેમાં ખેડુત વિભાગની 13, શરાફીની બે, ઈતર વિભાગ તથા રૂપાંતર વિભાગની 1-1 બેઠકો છે.આ ચૂંટણી તાલુકા-બ્લેક પદ્ધતિથી થતી હોય છે અને કુલ મળીને અંદાજીત સાડા ચારસો મતદારો છે. જોકે આ વખતે કેટલા મતદાર રહે છે તેનુ ચિત્ર હવે પછી સ્પષ્ટ થશે.
સહકારી ક્ષેત્રમાં જીલ્લા બેંક પરની પકકડ નિર્ણાયક હોય છે હાલ જીલ્લા બેંકનાં ચેરમેન ભાજપનાં ધારાસભ્ય એવા Jayesh Radadiya છે અને તેમનું જ જુથ જીલ્લાના માર્કેટ યાર્ડ, દૂધની ડેરી, જીલ્લા સંઘ સહિતની તમામ સહકારી સંસ્થાઓ પર વર્ચસ્વ ધરાવે છે. આશ્ચર્યજનક બાબત એ છે – કે, Jayesh Radadiya જૂથને કોંગ્રેસ કે અન્ય રાજકીય મોરચે કોઈ પડકાર નથી.
પરંતુ ભાજપના જ સહકારી નેતાઓ વખતોવખત પડકાર સંકેત હોવાથી ચૂંટણીમાં ગરમાવો આવી જાય છે. ભાજપે પાર્ટી લેવલે લડવાનું નક્કી કર્યાનું કહેવાય છે, જેનાથી ગરકાવો વધશે.
આ વખતે નવા કોઈ રાજકીય પડકાર ઉભા થશે કે કેમ તે તો સમય આવ્યે જ સ્પષ્ટ થશે. રાદડીયા તથા જાડેજા સાવલીયા જુથ વચ્ચે તો થોડા વખત અગાઉ જ સમાધાન થઈ ગયુ છે છતા IFFCO ની ચૂંટણી વખતના ઘટનાક્રમોને ધ્યાને લેવામાં આવે તો નવા પડકારો ઉભા થઈ શકે છે.
ડાયરેકટરો માટે પદભાર સંભાળવા સહિતની મર્યાદા નકકી કરવામાં આવી છે નવા કાયદા હેઠળની Election થાય તો વર્તમાન કેટલાંક ડાયરેકટરો ચૂંટણી ન લડી શકે અને તે સંજોગોમાં અનેક મહત્વના બદલાવ જોવા મળી શકે છે. માત્ર રાજકોટ જ નહિં રાજયભરનું સહકારી જગત કે સીનીયર નેતાઓ નવા કાયદાથી પરેશાન છે.
આ પણ વાંચો – Asiatic Lion: રાજ્યની આન બાન શાન, જાહેર થયા આંકડા
આ પણ વાંચો – Gondal માં પોલીસ કોઈ ના ઈશારે કામ કરે છે ? જિગીષા પટેલ અને રાજભા આવ્યા સામસામે
ઘણા વખતથી સરકારને આકરી જોગવાઈઓમાં રાહત આપવાની માગ કરવામાં આવી છે. સરકાર કોઈ નિર્ણય કરતી નથી. રાજયની અનેક મહત્વની સહકારી સંસ્થાઓમાં ચૂંટણી પેન્ડીંગ છે અને તે માટે કાનુની કારણો ઉભા થયા છે. ત્યારે રાજકોટ જીલ્લા બેંકે મામલે કેવી સ્થિતિ ઉભી થાય છે તે જોવાનું રસપ્રદ બનશે.