ગુજરાતના રાજકારણમાં ફરીથી ઘમાસાણ મચ્યું છે. રાજ્યના મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે, જેતપુરના ધારાસભ્ય Jayesh Radadiya ની અચાનક દિલ્હી મુલાકાત અનેક તર્ક-વિતર્કને જન્મ આપી રહી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા અને રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરી રહ્યા હતા, એ જ સમયે Jayesh Radadiya દિલ્હી ખાતે દેખાયા છે. બંને ઘટનાક્રમોની સમકાલીનતા હવે રાજકીય ચશ્મે પરથી જોઈ રહી છે.
આ પણ વાંચો – BJP Gujarat: PM મોદીની મંત્રીમંડળ મામલે બેઠક
દિલ્હીમાં જયેશ રાદડિયાએ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સાથે નિજી મુલાકાત કરી હોવાની માહિતી સામે આવી છે. રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ ટાળે તેવી અફવાઓ વચ્ચે આ મુલાકાત લોબિંગ તરીકે જોવામાં આવી રહી છે.



