Jayesh Radadiya નો હુંકાર, બીક એને હોય જેને તળિયું ના હોય…

Jayesh Radadiya : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જયેશ રાદડિયાએ વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. તાજેતરમાં સ્વ. વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિના કાર્યક્રમમાં જવાબ આપ્યો છે. તાજેતરમાં તાપી ખાતે રક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જયેશ રાદડિયાએ આ વીડિયોમાં જણાવ્યું હતું કે, “જ્યાં સુધી આ કાંડામાં તાકાત છે ત્યાં સુધી આ વારસો જાળવી રાખીશ. અનેક લોકોને આ ના પણ ગમતું હોય છે. બીક એને હોય કે જેની પાસે તળિયું ના હોય, વધુમાં રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજનીતિ તો મારો પાઠ છે. સમય સમયે સેવાકીય પ્રવૃત્તિમાં તાકાતથી નિભાવી છે. “સેવાકીય પ્રવૃત્તિ જે વારસામાં આવી છે એનું પરિણામ પણ આપ્યું છે”

Scroll to Top