જૂનાગઢ જિલ્લામાં રાજકીય માહોલ એકાએક ગરમાયો છે. ભાજપના વરિષ્ઠ નેતા Jawahar Chavda ના પગલા હવે ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. ભાજપ સાથેની અણબનાવ વચ્ચે Jawahar Chavda આપ (AAP) સાથે નજીક આવતા જોવા મળ્યા છે. તાજેતરમાં તેઓ AAPના OBC સેલ પ્રમુખ પિયુષ પરમાર સહિતના અનેક નેતાઓ સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો – Ribda: અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો
આ પહેલાં કરસનદાસ ભાદરકાના આમ આદમી પાર્ટીમાંથી નિવૃત્તિ બાદ હવે ચાવડા સક્રિય થવાથી પ્રદેશના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાજકીય સૂત્રો અનુસાર, ચાવડા ટૂંક સમયમાં AAPમાં જોડાવાની સંભાવનાઓ મજબૂત થઈ છે. ભાજપના આંતરિક મતભેદ અને સ્થાનિક સ્તરે ઉભી થયેલી નારાજગી વચ્ચે ચાવડાનો આ નિર્ણય આગામી ચૂંટણીના ગણિતને સીધી અસર કરી શકે છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય દ્રશ્ય પર આ પગલાંનું પ્રભાવ કેટલું પડશે, તે જોવાનું રહેશે.



