Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ 6 મહિના માટે ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે? આ રિપાર્ટમાં થયો ખુલાસો

Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત 12 જાન્યુઆરી સુધીમાં થવાની છે. પરંતુ સૌવથી મોટો સવાલ એ છે કે,જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ચેમ્પિયન્સ ટ્રોફી રમશે? આ પ્રશ્ન હવે વધુ ઘેરો બન્યો છે. કારણ કે તેની ઈજા અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. સિડની ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની કમરમાં ઈજા થઈ હતી.ત્યારબાદ ર મેદાન છોડવું પડ્યું હતું. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમવાની છે.મોટો સવાલ એ છે કે શું બુમરાહ ત્યાં સુધીમાં ફિટ થઈ જશે?

સાજા થવામાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુમરાહ (Jasprit Bumrah) ની સારવાર કરી રહેલા ડોક્ટર્સનું કહેવું છે કે, જો તે માત્ર પીઠમાં દુખાવો છે, તો બુમરાહ (Jasprit Bumrah) ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ફિટ થઈ જશે. પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક અન્ય અહેવાલો અનુસાસ બુમરાહ (Jasprit Bumrah) ને ગ્રેડ 1ની ઈજા હશે તો 6 મહીના ટીમની બહાર રહેવું પડશે.ભારતના ભૂતપૂર્વ ટ્રેનર રામજી શ્રીનિવાસ જણાવ્યું હતું કે,બુમરાહને ઈજા ગ્રેડ 1 થી ગ્રેડ 3 નું સ્ટ્રેસ ફ્રેક્ચર હોય તો સાજા થવામાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે.

IPL માથી બહાર થવાની સંભાવના

જોવાનું રહ્યું કે બુમરાહ (Jasprit Bumrah) ક્યારે મેદાનમાં ઉતરશે? એક વાત ચોક્કસ છે કે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે સિરીઝ રમી રહ્યો નથી. જો તે 6 મહિના માટે બહાર રહે તો IPL 2025 માં રમશે કે નહીં? શું ચાહકો માત્ર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં જ તેનું પુનરાગમન જોઈ શકશે? આ એવા પ્રશ્નો છે જેના જવાબો આગામી થોડા દિવસોમાં સત્તાવાર રીતે જોવા મળી શકે છે.

Scroll to Top