Jasprit Bumrah: શું જસપ્રિત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે? મોટું અપડેટ આવ્યું સામે

Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો આંચકો લાગી શકે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની ઈજાને લઈને શંકા છે. હાલમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) બેંગ્લોરમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. એવું માનવામાં આવે છે કે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ 24 કલાકમાં જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અંગે મોટો નિર્ણય આવી શકે છે.અમે તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.પરંતુ તેનો રિપોર્ટ સામે આવ્યું નથી.

બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમી હાજર

મળતી માહિતી અનૂસાર નેશનલ ક્રિકેટ એકેડમી જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની ઈજાને સ્કેન કરવામાં આવી રહી છે.હવે ટૂંક સમયમાં મોટો નિર્ણય આવવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે,બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં.ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ની ઇજા પર પ્રતિક્રિયા આપી હતી.તેમણે કહ્યું જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ની ઈજા કેટલી ગંભીર છે તે અંગે ચોક્કસ કહી શકતા નથી.

કોઈપણ ક્ષણે બુમરાહનો રીપોર્ટ આવશે સામે

જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ સિરીઝમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ટોચ પર હતો.જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે વનડે મેચોની શ્રેણી રમી રહી છે. જસપ્રીત બુમરાહ ODI શ્રેણીનો ભાગ નથી. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ના સ્કેન રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા

Scroll to Top