- એક સાથે 2 મોટા રેકોર્ડ તોડી નાખ્યા
- ઓસ્ટ્રેલિયામાં બુમરાહે 50 ટેસ્ટ વિકેટ લીધી
- બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પંજો ખોલીને કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડ્યો
ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પર્થ અને એડિલેડ બાદ જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) ગાબા ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં બુમરાહે (Jasprit Bumrah) ઓસ્ટ્રેલિયા સામે પંજો ખોલીને કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. હવે મુરલીધરન અને વસીમ અકરમ જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા છે.
એક સાથે 2 મોટા રેકોર્ડ તોડી નાખ્યા
ગાબા ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. બુમરાહ (Jasprit Bumrah) હવે દક્ષિણ આફિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (SENA) દેશોમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે (Jasprit Bumrah) કુલ 8 વખત પાંચ વિકેટ લીધી છે. જ્યારે કપિલ દેવે 7 વખત (SENA) દેશોમાં પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ યાદીમાં ઝહીર ખાન અને બી.એસ.ચંદ્રશેખરે 6-6 ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયામાં બુમરાહે 50 ટેસ્ટ વિકેટ લીધી
બુમરાહે (Jasprit Bumrah) ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.ઓસ્ટ્રેલિયામાં તેણે 50 ટેસ્ટ વિકેટ પૂરી કરી લીધી છે. બુમરાહે માત્ર 10 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે કપિલ દેવે 11 ટેસ્ટ મેચમાં 51 વિકેટ લીધી હતી. આ મામલે પણ જસપ્રીતે કપિલ દેવને પાછળ છોડી દિધા છે. બુમરાહ (Jasprit Bumrah) ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર પણ બની ગયો છે.