INDVSAUS: ભારત અને ઓસ્ટ્રેલિયા (INDVSAUS) વચ્ચે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 19 વર્ષના યુવા ઓપનર સેમ કોન્સ્ટેન્ટ્સને ઓપનિંગ કરવા ઉતાર્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં સારી બેટીંગ કરી હતી.આ શ્રેણીના સૌથી સફળ અને ઘાતક બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સામે કોન્સ્ટન્ટે જોરદાર બેંટીગ કરી હતી.તેણે બુમરાહ (Jasprit Bumrah) ની એક ઓવરમાં 18 રન ફટકારીયા હતા. જે બુમરાહ (Jasprit Bumrah) ની ટેસ્ટ કરિયરની અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર હતી. એટલું જ નહીં તેણે બુમરાહ (Jasprit Bumrah) સામે બે સિક્સર પણ ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં બુમરાહ (Jasprit Bumrah) ને સિક્સર મારનાર તે માત્ર સાતમો અને બે સિક્સર મારનાર માત્ર બીજો ખેલાડી બની ગયો છે.
સેમ કોન્સ્ટેન્ટ્સે એક જ ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા
સેમ કોન્સ્ટેન્ટ્સે શરૂઆતથી જ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સામે આક્રર્મક રન બનાવવાની રણનીતી બનાવી હતી. તે શરૂઆતથી જ રેમ્પ શોટ રમવાના મૂડથી આવ્યો હતો.ઇનિંગની 7મી ઓવર દરમિયાન રિવર્સ શોટ દ્વારા થર્ડ મેન પર બુમરાહ સામે સિક્સર ફટકારી હતી.બૂમરાહ (Jasprit Bumrah) સામે ટેસ્ટ ક્રિકેટમાં 4483 બોલ પછી કોઈ બેટરે સિક્સર ફટકારી હતી. આ સાથે તેમણે એજ ઓવરમાં 2 ચોગ્ગા પણ ફટકારી 14 રન પણ બનાવી લીધા હતા.
બુમરાહ સામે 4483 બોલ પછી સિક્સર ફટકારી
બુમરાહ 11મી ઓવરમાં આવ્યો ફેંકવા આવ્યો ત્યારે સેમ કોન્સ્ટેન્ટ્સે 2 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 18 રન પણ બનાવી લીધા હતા. આ સાથે જ બુમરાહની ટેસ્ટ કરિયરની આ સૌથી મોંઘી ઓવર બની ગઈ હતી.કોન્સ્ટેન્ટ બુમરાહ (Jasprit Bumrah) સામે ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ બની ગયો છે.બુમરાહે તેના પહેલા સ્પેલમાં 6 ઓવર નાંખી અને 6.30ની ઈકોનોમીમાં 38 રન આપ્યા. આ સિરીઝમાં આ તેનો અત્યાર સુધીનો સૌથી મોંઘો સ્પેલ છે.
રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો
ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરનાર તે ચોથો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે પ્રથમ મેચમાં જ શાનદાર ઇનિંગ રમી હતી અને માત્ર 52 બોલમાં 50 રન બનાવ્યા હતા. કોન્સ્ટેન્ટ્સે 65 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. આ પછી રવિન્દ્ર જાડેજાના હાથે આઈટ થયો હતો.કોન્સ્ટન્સે કહ્યું કે તે ભવિષ્યમાં પણ બુમરાહ પર આકર્મક રમવાનું ચાલુ રાખીશ.