Jasprit Bumrah ને લઈ મોટું અપડેટ આવ્યું સામે, ચેમ્પિયન્સ ટ્રોફી માંથી થશે બહાર?

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા ટૂર પર ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે ખુબ મહેનત કરી હતી.બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે 32 વિકેટ ઝડપી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહ્યું નથી. હવે જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર ડોક્ટરોએ જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ને સંપૂર્ણ બેડ રેસ્ટ માટે કહ્યું છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

રીપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી માંથી બહાર થશે

મીડિયા અહેવાલ અનુસાર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને આવતા અઠવાડિયે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ મોકલવામાં આવી શકે છે. આવતા અઠવાડિયે તેને ક્યારે મોકલવામાં આવશે તે હજુ નક્કી થયું નથી. તબીબોએ બુમરાહને સ્વસ્થ થવા માટે ઘરે બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે. જ્યારે તેની પીઠના નીચેના ભાગમાં સોજો ઓછો થશે ત્યારે તેની સારવાર કેવી રીતે કરવામાં આવશે તે અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.

જસપ્રીત બુમરાહ સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો

હવે બુમરાહ (Jasprit Bumrah) માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું અશક્ય માનવામાં આવે છે. બીસીસીઆઈ પણ બુમરાહ (Jasprit Bumrah) પર સતત નજર રાખી રહ્યું છે.બુમરાહ (Jasprit Bumrah) ની ઈજા એવી છે કે તે ક્યારે પરત ફરશે તે નક્કી થયું નથી.જો બુમરાહ (Jasprit Bumrah) ને ફરીથી સર્જરીની જરૂર પડશે તો તેને પરત ફરવામાં ઘણો સમય લાગી શકે છે.ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ રામજી શ્રીનિવાસને કહ્યું કે,બુમરાહની પીઠમાં સ્નાયુઓ અને ડિસ્ક બંનેને કારણે થઈ શકે છે. બુમરાહના વાપસીનો સમય તે મુજબ બદલાઈ શકે છે. બુમરાહ (Jasprit Bumrah) ની વાપસીમાં કોઈ ઉતાવળ નહીં હોય કારણ કે આગળ આઈપીએલ છે અને પછી ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ છે. હવે તેના માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.

 

 

Scroll to Top