Jamnagar : જામનગરથી એક અજીબોગજીબ કિસ્સો સામે આવ્યો છે, રણજીત નગર પાસે સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સની બસ પાર્ક કરીને તેમાં જ વૈશ્યાવૃત્તિ કરાવનાર નિવૃત પોલીસ ઇન્સ્પેકટરનો પુત્ર પકડાયો છે. ગ્રાહકોની હવસ સંતોષવા માટે ટ્રાવેલ્સની બસની અંદર એ.સી., પલંગ, ગાદલા અને ઓશિકા સહિતની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જામનગર પોલીસ દ્વારા એક કાર- ટેમ્પો- ચાર મોબાઈલ- 20 કોન્ડમ અને રોકડ સહિત 15 લાખથી વધુની મુદ્દામાલ સાથે આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાને પકડ્યો છે.
ધંધામાં બાધા ન આવે એટલે આ આરોપી પોતાની ખાનગી કારમાં પોલીસની પ્લેટ પણ લગાવતો હતો, જો કે આ જ આરોપી અગાઉ પણ પોતાના જ ઘરમાં કુટણખાનું ચલાવતા એકથી વધુ વખત પકડાઈ ચૂક્યો છે. આરોપી સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 ની કલમ – 3 (1), 4(1), 5(1), 5(1બી) અને 6(1) મુજબ ગુનો નોંધ્યો છે.
અશોકસિંહ ઝાલા દ્વારા પુરૂષ ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા ઉઘરાવીને 500 પોતે રાખતો હતો, અને 500 યુવતિને આપતો હતો. જે યુવતી પાસેથી પોલીસે 11,000 ની રોકડ રકમ કબજે કરી લીધી છે, અને યુવતીને હાલ વિકાસગૃહમાં મોકલી દેવામાં આવી છે.