Jamnagar News: જામનગરમાં ગેરકાયદે બાંધકામ ફરી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.જેમા રંગમતી નદીના પટ્ટામાં વિવિધ ગેરકાયદે બાંધકામ હટાવામાં આવ્યા છે. આ સાથે પાણીના વહેણને અવરોધરૂપ બનતા બાંધકામને પણ દૂર કરવામાં આવ્યા છે. જીલ્લામાં અંદાજીત 8000થી વધુ ગેરકાયદે બાંધકામ દૂર કર્યા છે. આજે વહેલી સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનની અને પોલીસની ટીમ કામે લાગી હતી. આ દબાણ દૂર કરતી વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઢવામાં આવ્યો હતો.
વિવિધ 10 દબાણો દૂર કરવામાં આવ્યા
જામનગરમાં રંગમતી નદીના પટ્ટામાં 15 હજાર ચોરસમીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ જગ્યા પર 4 જેસીબી મશીન મદદથી દબાણો દૂર કરાયા છે.એસ્ટેટ શાખા, લાઈટ શાખા, પોલીસ અધિકારી ઓની હાજરમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યાં હતા. આ પહેલા તંત્રએ નોટીસ આપી હતી પરંતુ દબાણો (illegal construction) ખાલી કરવામાં આવ્યા ન હતા. પરંતું આજે તંત્રએ નોટીસના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા છે.વિવિધ 10 દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ પહેલા પણ કર્યવાહી કરવામાં આવી હતી
દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણો (illegal construction) ને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો (illegal construction) પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.